________________
માતા અને પુત્ર
૨૫૭
હતી. તેણે પુત્રને અંધારામાં ન રાખવાના ઈરાદાથી આખી વાત વિગતવાર કહી સંભળાવી.
પુત્ર માતાને લઈને રાજગૃહીમાં આવ્યો. એકદમ પિતાને ન મળતાં તે બંને એક માણસને ત્યાં ઊતર્યા. અભયકુમાર નગર ચર્ચા માટે સવારે બહાર નીકળ્યો. રાજમાર્ગ પરથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે રાજ્ય તરફથી દાંડી પીટાઈ રહી હતી, કે “મહારાજ એક વીંટી કૂવામાં નાંખે છે. તે કૂવામાં પાણી નથી. જે વ્યક્તિ તેમાં ઊતર્યા સિવાય તે વીંટી બહાર કાઢી આપશે, તેને રાજ્ય તરફથી મેટું ઇનામ મળશે.
અભયકુમારે તે કામ કરવાનું માથે લીધું. જોકે તેની મશ્કરી કરવા લાગ્યા. ફ ઊંડે હતો. તેમાં ઊતર્યા સિવાય વીંટી બહાર નીકળે શી રીતે ?
પણ અભય કુમારને તો પોતાના ચાતુર્ય પર શ્રધ્ધા હતી. લેકીને હસતા જોઈને તે બેઃ “હસો, ભાઈઓ ! જે માણસ કાર્ય કરે છે. તેને જ લોકો હસે છે. કાર્ય ન કરનારને કોણ હસવાનું હતું.”
તેના શબ્દો સાંભળીને બધા ચૂપ થઈ ગયા.
પહેલાં તો તેણે થોડું છાણ લીધું. તેને નાનો ગોળ બનાવીને તે વીંટી પર નાખ્યા. વીંટી તેમાં ચોંટી ગઈ. પછી હું સુકુ ઘાસ લાવીને તે ગોળા પર નાંખ્યું. ઘાસ ગળા ઉપર વ્યવસ્થિત રીતે પડતાં તેના પર થોડે અગ્નિ નાખે. અગ્નિ અડવાથી ઘાસ સળગી ઊઠયું. લેકને તો આ પ્રકારની રમત જોવા મળવાથી આનંદ થવા લાગ્યો. પણ અભયકુમાર તો પોતે પિતાનું કાર્ય શાંતિથી કરી રહ્યો હતો.
બધું ઘાસ બળી જવાથી છાણનો જે ગોળ ઢીલો હતો, તે - તદન સૂકાઈ ગયે. સૂકાઈ ગયેલો ગેળા વજનમાં તદન હલકે બની ગયો. પછી તેણે બીજાઓની મદદથી આખે કૂવે પાણીથી ભરી કાઢો. કૂવો પાણીથી ભરાઈ જતાં સકાયેલ છાણુનો ગોળો વીંટી સાથે