________________
૩૦૮
કવનાશેઠનું સૌભાગ્ય
છે. તે કરીથી જાહેર રીતે એક બીજાને પતિ પત્ની તરીકે સ્વીકારીને પિતાને સંસાર ચલાવે તો તે તમે પસંદ કરો કે નહિ?” મહામંત્રીએ પ્રશ્ન કર્યો;
“જો રાજ્ય મંજુરી આપે તો અમે આપની સલાહ સ્વીકારવાને તૈયાર છીયે.” મુનિમજીએ તક ઝડપી લેતાં કહ્યું.
“તો આવતી કાલે તમે જાહેર દરબારમાં આવજે. હું તે યુવકને પણ હાજર રહેવાનું જણાવી." મહામંત્રી બન્યા. કે તેમના શબ્દો સાંભળીને શેઠાણી અને મુનિમકનાં મન હસી ઊઠયાં.