________________
કવન્નાશેઠનું સૌભાગ્ય
પણ અનંસેનાની માતા પિતાનો જાતીસ્વભાવ ત્યાગી શકી નહોતી. મલિકાના ગૃહત્યાગ પછી તે વધુ લોભી બની હતી. પુત્રીને અને કતપુણ્યને કોઈ પણ જાતની ગંધ ન આવે, તેવી રીતે તે ધનેશ્વર શેઠ પાસેથી પોતાના પક્ષમાં મેળવી લીધેલી દાસી દ્વારા વારંવાર ધન મંગાવ્યા કરતી હતી.
. દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. નતિકાનો સહવાસ કુતપુર્ણને વધુ પ્રિય થઈ પડશે. લગ્નની આગલી રાતે તેણે કલ્પનામાં અનંગસેનાની બધી મિકતા પિતાના તાબામાં મેળવી લેવાનો વિચાર સેવ્યું હતું, તે આપોઆપ નષ્ટ પામી ગયે. તેને લક્ષ્મીની આવશ્યકતા ભાસી નહિ. જીવનમાં અનંગસેના સિવાય બીજા કશામાં રસ લાગ્યો નહી.
અનંગસેના પિતાના પ્રેમીને-પતિને રીઝવવામાં પોતાનો દેહ નીચોવવા લાગી. પોતાની પ્રત્યેકે પ્રત્યેક કલા તેના ચરણે ધરવા લાગી. યોવનના બાગમાં પ્રવેશી ચૂકેલી તેની નાજુક કાયા, આરસમાંથી કોતરી કાઢેલી પૂતળી જેવી શોભી નીકળતી હતી. તેના કંઠમાંથી, નીકળતા સૂરો વીણાના માધુને પણ હાર પમાડે તેવા હતા.
આટલી નાની વયે પશુ તેણે સર્વ કળાઓ પર અજબ કાબૂ મેળવ્યો હતો. પોતાની મોટી બહેન પાસેથી મેળવેલું શિક્ષણ સાધારણ નહોતું. તેણે સાહિત્યનું પણ જ્ઞાન મેળવ્યું હતું. વિનશિલતા અને વાણીમાધુર્ય તો તેને બાયકાળથીજ વરી ચૂકયાં હતાં. રસિકતા અને વિનેદ કેશલ, જેમ જેમ, તે મેટી થતી ગઈ તેમ તેમ તેના બનતાં ગયાં. લલિત કલા તેના સૌંદર્ય સાથે મૈત્રી બાંધી ચૂકી હતી. એ સર્વ કલાઓની સિધિથી તે પિતાને પ્રેમીને વધુને વધુ આકષી રહી હતી.
પોતાની મોટી બહેન પાસેથી તેણે સંગીતકલા, નૃત્યકલા, અને અભિનયકલાનું સર્વોત્તમ જ્ઞાન મેળવ્યું હતું. તે સર્વજ્ઞાન તે તેના પતિને રીઝવવામાં વાપરવા લાગી હતી. તેને પોતાના ધંધા કરતાં એક પતિમાં મસ્ત બનીને રહેવાનું વધુ પસંદ પડવા લાગ્યું. તેને