________________
૨૨૪.
કવન્યારોનું સોભાગ્ય
ખાત્રી કરી લીધા પછી તેમણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
મુનિમજી, શેઠનો દેહ પ્રાણરહિત છે.” “બીજો કોઈ ઉપાય નથી ?” મુનિમજીએ પૂછ્યું.
જે તેમના દેહમાં સાધારણ પણ ગરમી હેત તો હું તે તેમને થિડે સમય છવાડી શક્ત. પણ હવે ઉપાય નથી. દેહને છોડી ગયેલા. પ્રાણને પાછો લાવવાની શકિત કાઈનામાં નથી, મુનિમજી !” વૈધે કહ્યું.
આટલી વાત ખાનગી રાખવા જેટલી તો મદદ આપ કરી. શકશે ને વૈદ્યરાજ?” રૂપવતીએ પૂછયું.
શા માટે નહિ, બહેન !” વૈદ્યરાજ બોલ્યા. “પિતાના સગા પુત્રના મૃત્યુને ખાનગી રાખવા જેટલી હિંમત જે માતા કરી શકતી હોય, તો હું તો એક વિઘ છું. શું મારાથી એટલું પણ ન બની શકે?
“એ માટે હું આપનો ઉપકાર માનું છું, વૈદ્યરાજ ! “ મુનિમજી બેયા. “ તમે રાજ્યના કાયદા જાણો તો છે જ, કે જે માણસ બિનવારસ મરી જાય, તેની બધીજ મિલકત રાજયના ભંડારમાં જાય. જે આપણે શેનું મૃત્યુ જાહેર કરીશું તે આ કરોડોની મિલ્કત રાજ્યના ભંડારમાં જશે, ને આ બિચારી ચાર સ્ત્રીઓની સ્થિતિ બહુ કફોડી થશે.”
“પણ એ કાયદાને આપણે થોડા જ ફેરવી શકીએ તેમ છીએ. મુનિમ ” વૈદ્યરાજ બોલ્યા.
“ આપણે કાયદાને ફેરવવા નથી, વૈદ્યરાજ !” મુનિમજી બોલ્યા. આપણે તો આ મિલક્ત વારસના અભાવે રાજ્યના ભંડારમાં ન જાય, તેના માટે કોઈક માગ શોધી કાઢવાનો છે. એક માણસ નિ:સંતાન મૃત્યુ પામે તેમાં માણસને દોષ હોતો નથી, વિધિએ લખેલા લેખ મિથ્યા કરવા જેમ તમે કે કોઇ સંતપુરૂષ શક્તિમાન નથી, તેમ ભાગ્યવિના સંતાન પ્રાપ્તિ પણ અશ્કય છે. પૂર્વભવના કોઈ સંજોગોવાત આ ભવે પુત્ર પ્રાપ્તિ ન થાય, એ કારણે લક્ષ્મીવાનને ભિખારી બનાવ, એવા નિધુર કાયદા તો આપણા આ રાજ્યમાં જ છે,