________________
પ્રકરણ ૪૦ મું
રાજ્યનું ફરમાન પ્રાતઃકાળના સમયે રાજમાર્ગના મોટા ચોકની વચ્ચે ઊભેટ રહીને એક રાજ સેવક દાંડી પીટી રહ્યો હતો. તેની આજુ બાજુમાં મેટું ટોળું જમા થયું હતું. દાંડી પીટવાને અવાજ બંધ કરીને તેણે ઘંઘાટ કરતી માનવમેદનીને શાંત રહેવાનું સૂચવ્યું. શાંતિ. સ્થપાઈ જતાં તેની સાથે એક માણસ રાજ્યનું ફરમાન મોટેથી. કહી સંભળાવા લાગ્યો.
આવતી કાલે સવારે નગરની બહાર આવેલા યક્ષના મંદિરમાં. મહાપૂજા છે. રાજ્યનું ફરમાન છે, કે નગરની પ્રત્યેક વ્યકિતએ તે મંદિરમાં આવીને આવતી કાલે યક્ષનાં દર્શન કરી જવાં. તેમાં સ્ત્રી પુરૂષ કે નાના મેટ િભેદ રાખવામાં આવ્યો નથી. શ્રીમંત ગરીબનો પણ ભેદ નથી. યક્ષને એક મહાપુરૂષને સ્વપ્નમાં દર્શન દીધાં હોવાથી આ ફરમાન બહાર પાડવામાં આવે છે. જે કોઈપણ વ્યકિત યક્ષનાં દર્શન કર્યા સિવાય રહેશે તો તે રાજ્યની અને યક્ષની ગુનેગાર ગણાશે. તેના પર રાજ્યનો અને યક્ષને કાપ ઊતરશે.
રાજ્ય ફરમાન સાંભળીને લેક અંદરોઅંદર વાતો કરતા. વીખરાવા લાગ્યા.
એ સમયે રાજયનું કોઇ ફરમાન હોય તો તે દાંડી પીટીને જાહેર કરવામાં આવતું હતું. લેકો યક્ષના નામે સામાન્ય રીતે બીતા પણ ખરા. યક્ષ જે કઈને સ્વપ્નમાં દર્શન દઈને પિતાની ઈચ્છા