________________
૨૪૪
' કયવનાશેઠનું સૌભાગ્ય અનેક સત્કર્મોના પરિણામે માનવજન્મ આપણને પ્રાપ્ત થયા છે, આપણે તેથી પણ ઊંચે જવા માંગીએ છીએ. કેઈ, માણસ નીચે જવા નથી માગતો, એ વાત તે નિર્વિવાદ છે અને દરેક જણ કબૂલ પણ કરે છે. તે પછી આપણે અસત્ય અને હિંસાને શા માટે અપનાવી લેવાં જોઈએ ? એ બંને ઉન્નતિના પ્રખર સૂત્ર છે.
અને આ સુખ, આ વૈભવ વિલાસ તો પૂર્વભવના સતકર્મોના ફળ છે. આ ભવે પણ આપણે સત કર્મો કરતાં રહેવું જોઈએ. વિના કારણ અસત્ય શબ્દો ઉચ્ચારીને અાગતિના માર્ગે શા માટે જવું જોઈએ, અભયો !'
તપુણ્યનું ભાષણ ચારે સ્ત્રીઓ સાંભળી રહી હતી. તેમને પિતાની અને સાસુની ભૂલ સમજાઈ ગઈ હતી. પોતે જે પગલું ભર્યું છે તે અયોગ્ય છે. એમ પણ તેમને લાગવા માંડયું. પણ હવે ઉપાય નહોતો. ઉપાય શોધી કાઢવાની તેમને અભિલાષા જાગી, તેને માટે પણ સમયની જરૂર હતી.
ચારે સ્ત્રીઓને મૌન અને વિચારવશ થયેલી જોઈને થોડી વારે કૃતપુણ્ય બેલ્યો. “તમને દુભાવવાની કે માઠું લગાડવાની મારી ભાવના નહોતી અને હજી પણ નથી. મારા જે વિચારે છે, તે મેં દર્શાવ્યા છે, તેનો અમલ કરવો કે નહિ, એ તમારે જોવાનું છે. તમારા પર કે તમારાં સાસુ પર દબાણ કરવાને મને અધિકાર નથી, છતાં મને જે ચોગ્ય લાગે તે કહેવાનો અધિકાર તો છેજ. તેટલી સ્વતંત્રતા પ્રત્યેક માનવીને હોય છે. પછી તે સ્ત્રી હોય કે પુરૂષ. તમારા વર્તનની દભિકતા, વાણની અસત્યતા અને વિચારની ગૂંચવણ તમે પોતે પણ કબૂલ કરી શકશે અને સમજી પણ શકશે. હું એટલું તો સમજી શક્યો છું કે તમે તમારા કોઈપણ કાર્યની સિદ્ધિને અર્થે મને પતિ તરીકે સ્વીકાર્યો છે. અનિચ્છાએ મને પતિ તરીકે સ્વીકાર્યા પછી મારા પ્રત્યે તમારા દિલમાં લાગણી અને પ્રેમનો અંકુર પણ ફૂટવા લાગ્યા છે, અને તેમ બને તેમાં નવાઈ જેવું પણ કંઈ નથી. જેમ અતિ