________________
પ્રકરણ ૩૩ મું
ગાઢ પરિચયમાં બીજા દિવસને પ્રાત:કાળ થયો. સૂર્યના તેજસ્વી કિરણે જગતપટ પર પથરાયાં. રાત્રિના સામ્રાજ્યનો નાશ થતાં તપુણ્યનાં નેત્રી આપોઆપ ઊઘડી ગયાં. ગઇ કાલ પ્રમાણે આજે પણ અભયા વગેરે ચાર સ્ત્રીઓ તેની સેવામાં હાજર હતી. અખિ ખુલતાંજ તેની સામે ધરવામાં આવેલા અરીસામાં તેણે પોતાનું મુખ જોયું.
અને પછી ગઈ કાલને આખો કાર્યક્રમ શરૂ થયે.
એ રીતે દિવસે પસાર થવા લાગ્યો. કૃતપુણ્ય બહારનું વાતાવરણ વીસરી જઇને ચારે સ્ત્રીઓ સાથે એ પચ્યો રહેવા લાગ્યો. કોઈ કોઈ વાર તેને ધન્યા યાદ આવતી, ને તેના હૃદયમાં તેના પ્રત્યે લાગણી ઉદ્ભવતી. કયારેક પરિમલને નિર્દોષ ચહેરે તેની નજર સામે ખડો થઈ જતો. તે નિર્દોષ સ્ત્રીએ પિતાને પતિ બીજાના સુખની ખાતર ગુમાવ્યો હતો, એ યાદ આવતાં તેનાં નયને અશ્રભીનાં બનતાં. કઈ કઈ વાર તેને પોતાને ભૂતકાળ યાદ આવતો ને બાળમિત્ર અનંતકુમાર માટે અનહદ માન ઊપજતું.
મલ્લિકા જ્યારે સંસારને ત્યાગ કરીને કયાંક ચાલી ગઈ, ત્યારે કતપુણ્યને તેના પ્રત્યે માન ઊપજ્યું હતું. અનંગસેના પ્રત્યે તો તેને મોહજ હતો. તેને તે વિલાસી માનતા હતા. પણ જ્યારે અનંતકુમારના ઉપદેશથી તેને ત્યાગ કરીને તે પોતાના ઘેર છાનોમાને, ચાલ્યો ગયો અને તે પછી અનંગસેનાને પત્ર તેને મળે ત્યારે તેને