________________
નિષ્ફળતા
૩૭
ગજનાની બીકે તો આટલા બધા રાજાઓ તેમના ગણતંત્રમ-વૈશાલીના ગણતંત્રમાં જોડાયા છે. આટલા બધા રાજાઓમાં પણ તે વડા તરીકે શોભે છે, તે જ બતાવી આપે છે કે, તેમની શકિત ગમે તેવા શકિતશાળીને દબાવી દે તેવી છે. વૈશાલીના યુવકે અને વૃદ્ધો તેમને દેવ સમા માનીને વદે છે. તેમની શકિતમાં બે મત છેજ નહિ, ચેટકરાજની શકિતના પ્રભાવે તે મગધના મહારાજા નિમ્બિસાર પણ ચૂપ થઈ ગયા છે, તેમના મહારથિની દાવો કરનાર નાગ સારથિ તે તદન ડઘાઈ જ ગયો છે. મહામંત્રીનું પદ સંભાળનાર બુધ્ધિશાળી કહેવાતા અભયકુમારની બુધ્ધિ તો કંઈજ કામમાં આવતી નથી.
- શ્રેષ્ઠિવર્ય, એ મહાપુરૂષને સાત તો પુત્રી છે. તે પુત્રીઓને જોનાર પણ ભાગ્યશાળી કહેવાય છે, તો તેને પ્રાપ્ત કરવાને, તેની સાથે લગ્ન કરનારની તો ભાગ્યરેખા કેવી હોવી જોઈએ ! | સ્વર્ગની અપ્સરાઓને ભુલાવે, તેવું તે તે બાળાઓનું રૂપ છે. જાણે આરસમાંથી કોતરી કાઢવામાં આવી ન હોય ! તેમની ગૌર કાયામાંથી મળતાના કુવારા ઊડતા હોય છે. તે બોલે છે, ને મોતી વેરાય છે. ચાલે છે ને પગલે પગલે કુમકુમ છાયા પડે છે. પશ્ચિમીને ભુલાવે તેવા તેમના શિરકેશ છે. તેમનું વર્ણન તો મારા જેવી એક, સાધારણ સામાન્ય સ્ત્રો તો કયાંથી કરી શકે, શ્રેષ્ઠિવર્ય!
પણ એટલું તો જરૂર છે, કે એક વખતે પ્રસંગ સાધીને તેમની કન્યાઓના દર્શને જજે. તેમનાં દર્શને તે પાપને પણ ક્ષય થાય છે. જગતના મહાન પંડિતોને બોલાવીને તેમને શિક્ષણ આપવામાં આવ્યું છે. મહાન યોદ્ધાઓને શોધી શોધીને તેમની પાસેથી શસ્ત્રાસ્ત્ર વાપરવાની વિદ્યા શિખવવામાં આવી છે. પવન વેગે દોડતા અશ્વ પર ફલાંગ મારીને ચઢી જવામાં તેઓ કુશળ છે. અશ્વ પર! સવાર બનીને મેટી ખાઈઓની ખાઈઓ વટાવી જાય છે. દેડતા ઘેડે લીંબુડી પરનું ધાર્યું લાંબું બાણથી વીંધી નાખે છે.
સાત કન્યાઓમાંની બે જ કન્યાઓ અત્યારે અહીં છે, સુષ્ઠા