________________
કવન્યા શેઠનું સૌભાગ્ય પણ તેને ખેવના રહી નહોતી. કુળાભિમાન પણ અદશ્ય થઈ ગયું હતું. અંતે રંભા અને મેનકાને મલિકાની દાસી તરીકે પણ તેણે અયોગ્ય ઠરાવી. ઇન્દ્રાણીને અલંકારોથી શોભતી કહીને તેમને કલંકિત : કરવાની હિંમત કરી. વિષ્ણુની છાયાથી જ શોભે છે, કહીને લક્ષ્મીજીનું અપમાન કર્યું.
માણસની ક૯૫ના કયાં સુંધી વધી શકે છે, તેની વ્યાખ્યા કરવી કે મળવી મુશ્કેલ છે. માણસ વિચારોની ઘેલછામાં દેવોને પણ તુચ્છ માનવાની હિંમત કરે છે. કુદરતની મશ્કરી કરવાની પણ હામ ભડે છે. નીતિને અને ધર્મને તિરસ્કારવાની ભૂખદ કરે છે.
કતપુણ્યની હેશિયારી એકદમ મૂર્ખાઈમાં પલટાઈ ગઈ હતી. ઉન્નતિના શિખરે પહેચેલા તેના વિચારે એકદમ રસાતાળ જઈ પહોંચ્યા હતા.
બે દિવસ તેણે આવા જ વિચારો કરવામાં વિતાવ્યા. માતા . પિતાને કે પત્નીને પોતાના વિચારોની ગંધ સુદ્ધાં ન આવે, તેની કાળજી રાખવામાં તેણે ધ્યાન આપ્યું. તે જાણતો હતો કે હાલ સોયાં માતા પિતા જે પોતાના વિચારે જાણે તો એક ક્ષણ પણ તેને અળગો ન કરે. પતિ પરાયણ ધન્યા જે પોતાના પતિના આવા વિચારો જાણે તે તરતજ અન્નજળનો ત્યાગ કરે.
મલિકાના વિચાર કરતો કૃતપુણ્ય પિતાના હંમેશના સ્વભાવ ‘પ્રમાણે આનંદી જ દેખાતો હતો.બોલવા ચાલવામાં કે ખાવા પીવામાં બિસ્કૂલ ફરક પડયો નહતો.
બે દિવસમાં તેણે હિંમત કેળવી
પિતાને જાતિ સ્વભાવ ત્યાગ, આદર્શ વિચારોને બાળીને ભસ્મ કરવા, માતા પિતાને પ્રેમ ત્યાગ, ને સ્નેહાળ પત્નીની ગોદ યાગવી, એ કંઈ સાધારણ વાત નથી.
કાપુણે બે જ દિવસમાં તેટલી હિંમત કેળવી, કોઈને પણ કહ્યા સિવાય તે ઘરમાંથી બહાર નીકળે.