________________
૧૭૮
કવિનાશેઠનું સોભાગ્ય
કપાળ પર બાઝેલાં પ્રસ્વદેનાં બિન્દુ લૂછયાં. જમીન પર સ્થિર થયેલી નજર ખસેડી લઈને તપુના ચહેરા સામે કેરવી. . કૃતપુય તદ્દન શાંત હતો. તેના ચહેરા પર પશ્ચાતાપની આછી આછી છાયા વળી હતી. રેખાઓમાં બહુ ફરક પડ્યો દેખાતે નહેતા વિલાસી નયનોમાં કંઈક તેજ દેખાવા લાગ્યું હતું. મિત્રનું આટલું બધું લાંબુ ભાષણ સાંભળ્યા છતાં, તેણે પહેલાંની પેઠે તેને તિરસ્કારી કાઢયો નહોતો. હજી પણ કંઈક વધુ સાંભળવાની ઈચ્છા હાય તેમ, તે તદ્દન શાંતપણે બેસી રહ્યો હતો. અનંગસેનાનો વિરહ ચાલતો હોય, એમ તેના ચહેરા પરથી દેખાતું નહોતું. લાંબુ ભાષણ સાંભળીને કંટાળ્યો હોય, તેવો કંટાળો તેના ચહેરા પર દેખાતો નહેતો. “તારી આવી ઉપદેશભરી વાત સાંભળીને તો હું કંટાળી ગયો છું, એમ કહેવાની આજે તેણે દૃષ્ટતા કરી હતી.
અનંતને લાગ્યું કે, પોતાના શબ્દોની કંઇક અસર થાય છે. ડી વારના મન પછી તે આગળ કહેવા લાગ્યો.
ભાઈ! એક વખત તું આ ભૂતાવળ ભરી જગાએથી બહાર નીકળ. આ રૂંધાએલી, વિલાસભરી કામાગ્નીને સતેજ કરનારી હવાને ત્યાગીને બહાર આવ. ખુલિ પવિત્ર, ને તેજસ્વી હવામાં શ્વાસોશ્વાસ લે. અહીંની હવાનો ત્યાગ કરતાં જ તારા જીવનમાં પલટો આવી જશે. અનાથોનાં રૂદન, દુખિઆરનાં આકંદ અને રિબાતાઓની વેદના સાંભળવા માટે તું એક વખત આ અપવિત્ર સ્થાનને ત્યાગ કર. પછી તું અને હું બંને છીએ. જગતમાં કંઈક નવું કરશું. જગતને બતાવી આપીશું કે, માણસ શું શું કરી શકે છે!
સંસારને સ્વર્ગ બનાવવાનું અમૂલ્ય શસ્ત્ર આપણે જગતને બતાવી આપીશું.
સ્વાર્થને ખાતર, જમીનના ટુકડાને ખાતર, સત્તાને ખાતર અને સ્ત્રીઓનાં રૂપને ખાતર માનવેના અને પશુઓના રક્તથી ભીંજાતી ભૂમિ પર અડગપણે ઊભા રહીને અહિંસા અને સત્યનો વાવટો