________________
કલવાશેઠનું સૌભાગ્ય
હતા તેને તે કાં છે, તેના જરા પણ ખબર પડવા દીધી નહોતી. તેને અમે તેની અસલ જગાએ મૂકી આવ્યા હોવાથી બીજો કોઈ પ્રશ્ન રહેતો નહોતે.
હવે મોટો પ્રશ્ન એ રહે છે કે તેને ચાર લડવામાં ચાર રત્નો આવી રીતે આવ્યા?
“જળકાન્ત' મણિ અમારા સિવાય બીજા કોઇને ત્યાં નથી, એ વાત અમે સારી રીતે જાણતા હતા. ત્યારે મહારાજાના હાથાનો પગ ઝુંડ નામના જળચર જળમાં પડયો અને તે માટે તે મણિ વિષે રાજય તરફથી દાંડી પીટાવવામાં આવી ત્યારે મેં તે મશિની શેઠાણી પાસે માગણી કરી. શેઠાણીએ તેમની ચાર વહુઓમાંની એક પાસે તે માગ્યો. તે એ પહેલાં તે કહ્યું કે જડતો નથી. પણ જ્યારે મેં સમજાવીને કહ્યું કે તમે કેઇને આપ્યો હોય તે વદ્યિો નહિ, પણ સત્ય હકીકત જણાવી દો. ત્યારે તેણે મને તે વિષેની માહિતી આપી.
જ્યારે પહેલ વહેલો તે યુવક મેં ચાર સ્ત્રીઓને સપો હતો, ત્યારે તેમણે પહેલાં તો તેને સ્વીકારવા માટે આનાકાની કરેલી. પણ બીજે કે માએજ નહે. એટલે તેમણે અનિચ્છાએ તેને સ્વીકારેલે, પણ યુવાન બહુ ચાલાક અને વાચાળ હતો. થોડા જ સમયમાં તેણે ચારેય સ્ત્રીઓનાં મન હરણ કરી લીધાં. તેમાં પણ સ્ત્રીઓને પુત્ર જમ્યા ત્યારે તો તેને એક ક્ષણ પણ અળગો કરતી હતી. પોતાના પતિ કરતાં પણ યુવક તેમને અત્યંત પ્રિય થઈ પડ્યો હતો. જ્યારે વણઝાર આવી અને રાત્રે તેને ત્યાં મૂકી આવવાનું નકકી કર્યું” ત્યારે ચારે સ્ત્રીઓ અત્યંત રાઈ હતી, તેમનાથી તેને વિગ સહન થઈ શકે તેમ નહે. પણ તે સિવાય બીજો ઉપાય નહતા. તે ચારે સ્ત્રીઓએ ચાર લાડવા બનાવ્યા. તેમાં દરેકે પોતાના પ્રિય પાત્રને માટે એકેક લીડવામાં એકેક રત્ન મૂક્યું. તે લાડવા તે યુવકના જૂના ડબામાં જે લાડવા હતા તે કાઢી લઈને તેની જગાએ મૂકવામાં આવ્યા.