________________
૪૮
ક્યવન્નાશેઠનું સૌભાગ્ય
“તમે મેકલાવેલું ચિત્ર બહુ સુંદર છે, હે, શ્રેષ્ઠિજી ! રાજકન્યાએ ચિત્રની વાત કાઢતાં કહ્યું.
મોકલ્યું નથી. તે તે આપની દાસી મારી પાસેથી માગીને લાવી છે. વહેપારીએ રાજકન્યાનું વાકય સુધારતાં કહ્યું.
એ બધું એક જ છે ને ! •
સાધારણ પણે તો એકજ કહેવાય, પણ કોઈ મુત્સદો તેના જુદા અર્થ કરે.”
“ભલે, તે વાત જવા દે.' કહીને રાજકન્યા ડીવાર થોભીને આગળ બેલી. “એ ચિત્ર કોનું છે ?”
કેમ ?' શ્રેષ્ઠિછ રાજકન્યાના મુખનું નિરીક્ષણ કરવા લાગી ગયા હતા. હું તો સહજ પૂછું છું.' મારા પરમેશ્વરનું. પરમેશ્વર આવા આકારમાં ન હોય ! ” કેમ ?' આ આકાર–આકૃતિ પરમેશ્વરની નથી.” ત્યારે ?” કઈ માનવની છે.' માનવ પરમેશ્વર તરીકે ન પૂજાય ?' ‘જરૂર. જે તેનામાં માનવતા હોય તો.” તે તે પણ એક માનવ જ છે.’
એ કયાંના છે ?' “આટલા બધા ઊંડા ઊતરવાની જરૂર શી, બહેન !” શ્રેષ્ઠજીએ રાજકન્યાને પહેલ વહેલી બહેન કહીને સંબોધી. તમે વહેપારી છે, એમ માનવાને હું તૈયાર નથી. કારણ ? ” કારણ એ જ કે, તમારા લલાટમાં રાજરેખા છે.'