________________
૨૫૦
કમવનાશેઠનું સોભાગ્ય
કરાવી રહી હતી. તેના પતિ ઘનાકમાર એક બાજોઠ પર એક વસ પહેરીને બેઠા હતા. તેમની આઠે સ્ત્રીઓ તેમને સ્નાન કરાવી રહી હતી. તે સમયે સુભદ્રાના નયનમાંથી સરકી ગયેલું એક ઉષ્ણ અશ્રબિન્દુ તેમના શરીર પર પડયું. ધન્યકુમારે ઊંચું જોયું. સુભદ્રાના નયનામાં અમું જોતાં તેમણે પૂછ્યું.
સુભદ્રા, ધન્યકુમાર જેવો પતિ અને શાલિભદ્રજ બંધુહેવા છતાં તારાં નયનમાં અસુ શાનાં?”
“નાથ, આંસુ તો સુખદુઃખના સાથી છે." “ તારાં આંસુ સાનાં છે ?”
દુઃખનાં, નાથ!” “ દુઃખનાં ?” “હા, નાથ તને એવું તે શું દુઃખ છે, સુભદ્રા ?”
બીજું તો શું હેય, સ્વામિ ! પણ મારા ભાઈ રાજ એક એક સ્ત્રી ત્યાગે છે.”
બસ? એમાં તું રડે છે?” ધન્યકુમાર હસતાં હસતાં બેલ્યા. તારા ભાઈ તે નિર્બળ કહેવાય.”
“કેમ?” આશ્ચર્ય પામતાં સુભદ્રા બેલી.
“એક એક સ્ત્રી ત્યાગવામાં કઈ મહત્તા છે? તેમણે તો બત્રીસે સ્ત્રીઓને એકી સાથે ત્યાગવી જોઈએ. જેને સુખ માણતાં આવડતું હોય, તેણે ત્યાગ કરવામાં પણ વીર બનવું જોઈએ.”
“બેલિવું સહેલું છે, સ્વામિ! કાર્ય અતિ દોહ્યલું હોય છે." તે એ દેહ્યલું કાર્ય હું તને સાવ નજીવું કરી બતાવું છું,
સુભલ, »
“એટલે?” આશ્ચર્ય અભદ્રા બોલી,
“અત્યારે જ હું એકી સાથે આઠે સ્ત્રીઓને ત્યાગ કરીને સંસાર ત્યાગું છું.”