________________
ધનેશ્વરશેઠના કુટુંબમાં
૧૦૩.
સમુદ્રના તોફાનમાં સપડાયેલા નાવને બચાવવા માટે જતાં પહેલાં સમુદ્રમાંનું તોફાન શાંત પડવા દેવું જોઈએ. તરંગોના તોફાનમાં આજે આપને પુત્ર સપડાયેલ છે. તેને બચાવવા માટે તરંગી તેફાનને સંત થવા દેવાની જરૂર છે. થોડા સમયમાં તે તરંગે આપોઆપ સાંત પડી જશે.
આજે જે આપણે કૃતપુણ્યને સમજાવવા જઇશું તે તે આપણું અપમાન કરશે. વિલાસ અને મોહમાં સપડાયેલ આપનો પુત્ર કે પણ વડિલનું સન્માન નહિ સાચવે. માટે હું કહું છું કે આપણે થોડા સમય પસાર થવા દઈએ. તેના તરફથી કોઇ પણ દાસી ધન લેવા આવે તો કોઈ વખતે આપવું અને કોઈ વખતે ન પણ આપવું. જે દરેક વખતે તમે ધન આપતા રહેશો તો તમારી આ સંપત્તી ખલાસ થઈ જશે.”
અનંતકુમારની બુદ્ધિ માટે ધનેશ્વર શેઠને માન ઉપર્યું. તેમણે તેની સલાહ પ્રમાણે ચાલવાનું પસંદ કર્યું.
એ પ્રમાણે બેચાર વખત તે બંનેની મુલાકાત થઈ હતી.
કૃતપુણ્યના ગૃહત્યાગ પછી ધનેશ્વર શેઠનું હૃદય નબળું પડતું ચાલ્યું હતું. પુત્રના અવિચારી કાર્યથી તેમને ભયંકર આઘાત લાગ્યો હતો. હળવે હળવે તે પિતાને વેપાર સંકેલી લેવા લાગ્યા હતા. વેપારમાં લક્ષ આપવા જેટલી શકિત તેમનામાં રહી નહોતી. તેમણે લક્ષ્મી લેવા માટે આવનારી દાસી સાથે અનેક વખત સંદેશા મોકલ્યા હતા. પણ તેને જવાબ મળતો નહોતે. દાસી કહેતી કે
મેં નાના શેઠને આપ સદેશે કહી સંભળાવ્યો હતો. પણ તેમણે તો “સારૂં એટલેજ જવાબ આપ્યો હતે.
પિતા એક બે વખત પુત્રને મળવા માટે અનંગસેનાના આવાસે ગયેલા. પણ દાસએ તેમને અંદર જવા દીધેલા નહિ.
ખરી રીતે દાસી કૃતપુણ્યની મુલાકાત લેતી જ નહિ. કૃતપુર્ણને ખબર પણ પડતી નહિ કે તેના પિતા પાસેથી ડેશી અવાર નવાર