________________
૧૫૦
hવનાશેઠનું સૌભાગ્ય
મધવાસીએ તેને કહ્યું કે, “જો તારી ઇચ્છા હોય તો હું આ બધાની વચ્ચેથી તને ઉપાડી જાઉં.” પણ આમ્રપાલી એ ના પાડી. તેણે કહ્યું:
“ દેશ પ્રત્યે મારાથી બેવફા થવાય નહિ. મારા પ્રેમનો-મારા સર્વસ્વનો ભોગ આપીને પણ હું દેશ પ્રત્યે તો વકાદારજ રહીશ.”
એ પછી બંને જણ કવયિ સુધી વાત કરી. વાતવાતમાં આમ્રપાલીએ પિતાના પ્રેમીને જણાવ્યું કે, પોતે એક બાળકની માતા થવાની તૈયારીમાં છે.”
જવાબમાં તેના પ્રેમીએ કહ્યું કે, “આમ્રપાલી ગર્ભનું જતન ઉત્તમ રીતે કરવાનું ચૂકીશ નહિ. જતાં જતાં હું તને મારી ઓળખ આપતો જાઉં છું કે, તારૂ આ બાળક મગધરાજ ઠાકના પ્રેમનું
- “શું કહ્યું?” આમ્રપાલી આશ્ચર્ય પામતાં બોલી.
હા. (આમ્રપાલી, તારો આ પ્રેમી સાધારણ મધવાસી નથી, પણ મગધનરેશ છે. તારે જે જોઈએ તે ખુશીથી માગી લે." મગધનરેશ પિતાની સપષ્ટ ઓળખ આપતાં કહ્યું.
મગધરાજ.” આનંદાશમાં આવી જતાં આમ્રપાલી બોલી “મારી પાસે એવી એક વસ્તુની કમીના નથી કે જે તમારી પાસે માગવી પડે. જે નહોતું, તે પણ તમારા સહવાસથી મળી ગયું છે. મને સંતોષ થયો છે કે, મેં પ્રેમ અર્પવામાં ભૂલ કરી નથી.”
એટલામાં દૂરથી આવતો કેલાહલ સંભળાયો. આમ્રપાલી ચેતી ગઈ. તેણે મહારાજાને કહ્યું. “મહારાજ, પાછળના દરવાજેથી જરદી નાસી જાવ. લિચ્છવીઓ ગાંડા જેવા બનીને આવી રહ્યા છે. ”
મહારાજાએ ઘણી આનાકાની કરી, પણ આમ્રપાલીના આગ્રહને વશ થઈને તે નાઠા. તેમના સાથીદાર રસ્તાઓનો અને જગંલેને જાણીતા હતા. તેની મદદ વડે તે આબાદ છટકી ગયા.
લિચ્છવીઓ આમ્રપાલીના આવાસમાં ઘૂસ્યા. તેના પ્રેમીની મગધવાસીની તપાસ કરી. પણ તેમને કાઈ મળી આવ્યું નહિ. તે.