________________
પ્રકરણ ૩૮ મું ,
તપાસની શરૂઆત બીજે દિવસ થયો.
ગોવાળો પિતાની ગાયો લઈને જ ગલ તરફ જઈ રહ્યા હતા. મજૂર, નોકરે અને તેમના માલિકે પોતે પોતાના કાર્ય માટે જઈ રહ્યા હતા. સ્ત્રીઓ ગૃહકાર્યમાં ગુંથાઈ ગઈ હતી. વિદ્યાથીએ શાળાઓમાં અધ્યયન કરી રહ્યા હતા. નગરરક્ષા અને ગુપ્તચર ખાતાના માસે પિતાના કામ પર ચઢી રહ્યા હતા. રાજમાર્ગો પર રથ, હાથી ઘોડા વગેરે જતા આવતા દેખાતા હતા.
- કૃતપુણય પણ સ્નાનાદિ કાર્યથી પરવારીને તૈયાર થઈ ગયો હતો. કલ્યાણ શાળાએ ગયો હતો. ધન્યા ગૃહકાર્યમાં પરોવાઈ હતી. ઘરમાં જોઇતી કેડલીક વસ્તુઓ અને ધન્યા માટે, ક૯યાણ માટે અને પિતાના માટે નવાં વસ્ત્રો ખરીદવાના ઇરાદાથી કૃતપુણ્ય બહાર નીકળ્યો હતો. જ્યારે તે રાજમાર્ગ પર પહોંચ્યો ત્યારે તેની દષ્ટિએ એક ટોળું પડયું. તે ઝડપથી ત્યાં તે ટોળા પાસે જઈ પહે.
રાજ્યને એક માણસ દાંડી પીટી રહ્યો હતો. દાંડીને અવાજ બંધ થતજ તેની સાથેના માણસે બોલવું શરૂ કર્યું.
જ આપણા મહારાજાના પ્રિય હાથી સેચનકનો એક પગ ઝુંડ નામના જળચરે પાણીમાં પકડયો છે. પાણીની અદંર ઝુંડનું જોર વધારે હોય છે. એટલે તે પાણીને હઠાવવાની ખાસ આવશ્યકતા છે. જેની પાસે જળકાન્ત' નામનો મણિ હોય તેણે તે લઈને મહા
૧૮