________________
તપાસની શરૂઆત
२७८
વામાં આવ્યો હશે?”
પરંતુ મહામંત્રોના તેડાને અમલ તત્કાળ કરવાની તેમની ફરજ હતી. તે પિતાના પુત્રને સાથે લઈને તેડવા આવનાર માણસ સાથે ગયા. મહામંત્રીએ તેમને મીઠાશભર્યો આવકાર આપતાં બેસવા જણાવ્યું.
શેઠ અને તેમને પુત્ર મહામંત્રીની સામે બેઠા.
શેઠ ! !' મહામંત્રી કહેવા લાગ્યા. “આપના પુત્રને એક વાત પૂછવાની છે. આપને વધો તો નથી ને ?
ના ના, મહારાજ ! એમાં વાધે શો હેય?" આનંદ શેઠે કહ્યું.
“કમળ, પરમ દિવસે તું અને તારી સાથે એક છોકરો હતો. તે, બંને મળીને આ મીઠાઈવાલાની દુકાન આગળ મીઠાઈ ખાતા ઊભા હતા, ખરુંને?”
“હા, મહારાજ ! ગભરાતા ગભરાતા કમળે કહ્યું.
“ તું ગભરાઇશ નહિ.” મહામંત્રી તેમને ફેસલાવીને તેની પાસેથી વાત કઢાવવા લાગ્યા. તે વખતે તમે બંને મિત્રોએ આ મીઠાઇવાળાને એક કાચને મણિ આપે હતો ખરું ને?”
” હા, મહારાજ !
તે તમે કયાંથી લાવ્યા હતા?
“મને પેલા કલ્યાણે લાડવાનો કટકે આપ્યો હતો, તેમાંથી તે ની કળ્યો હતો.”
કયા ક૯યાણે તને લાડવાને કટકે આર્યો હતો ? ”
“ પેલા કૃતપુર્ણ કાકા વણઝારની સાથે બહાર ગામથી આવ્યા ને, તેમના ક૯યાણે.” .
“તે એનું ઘર જોયું છે ?” “ હા.”
ત્યારે તું આ માણસ સાથે જઇને તે ક૯યાણ અને તેના પિતા કૃતપુને બોલાવી લાવીશ?”