________________
કયવનાનું સૌભાગ પલટો આવી ગયો. તેના જીવનમાં નવીનતા પ્રવેશી, તેના તરંગને તે અમલમાં મૂકવા લાગી. પરિભ્રમણમાંથી થાયી થવા લાગી.
તેને એકદમ સંસાર પ્રત્યે તિરસ્કાર આવી ગયો. કામાતુર નયના ભોગ બનવા કરતાં સાદુ જીવન જીવવું તેને યોગ્ય લાગ્યું. વિલાસી જીવન વિતાવવા માટે અશિષ્ટ સમાજ પાસે નૃત્ય કરીને ધન પેદા કરવું, એના કરતાં વિલાસને તિલાંજલિ આપીને કેાઈ શાંત જગાએ જઈને આત્માના કલ્યાણ માટે પ્રભુ પાસે નૃત્ય કરવાની તેને ભાવના થઈ આવી.
બે દિવસ સુધી સંપૂર્ણ વિચાર કર્યા પછી તેણે તેની માતાને પિતાના વિચારો કહી સંભળાવ્યા. તે જાણતી હતી કે, પોતાના નૃત્ય પર જ આખા ભુવનને વિલાસ નભતો હતો, એટલે માતા જલદી રજા નહિ જ આપે.
છે તેની માતાને સુંદર દેહ દેહવિક્રયમાં જ ચુંથાઈ ગયા હતા. માતાને ફક્ત બે પુત્રીઓ હતી. એક મહિલા અને બીજી અનંગસેના. ભલિકાને તેણે નૃત્યકળામાં તૈયાર કરી. સારા સારા ઉસ્તાદો રોકીને તેને અન્ય કળાઓમાં પરિપકવ કરી. અને પુત્રીઓને પોતાના ધંધામથિી પર રાખવાને તેણે નિશ્ચય કર્યો હતો.
અનંગસેના મહિલકાથી આઠેક વરસ નાની હતી. ધીમે ધીમે મલિકાના જલસા ગોઠવાવા લાગ્યા. મલિકાને દેહ અત્યંત સુંદર હતો. તેન નયનમાંથી મદ ઝરતો હતો. અંગેઅંગમાંથી થોવન ઝરતું હતું. શબ્દ શબ્દ ફૂલ વેરાતાં હતાં. પગલે પગલે નૃત્ય ઝરતું હતું, - જલસાઓમાં તેને ખ્યાતિ મળતી ગઈ. નગરમાં થતા જલસાએ માં તેને આમંત્રણ મળવા લાગ્યું. તેનું મૂલ્ય અંકાવા લાગ્યું. નયનેશ નચાવીને તે શ્રીમંતોને ખાલી કરવા લાગી.
તેણે રહેવાનું મકાન બદલ્યું. તે મકાન ખરીદીને પોતાની માલિકીનું બનાવ્યું. તેમાં જરૂરી ખંડ બનાવરાવ્યા. વિવિધ રંગ પુરાવ્યા. કળામય બારીઓ મુકાવી. નાના નાના ગોખ કરાવ્યા.