________________
પ્રકરણ ૩૧ મુ નવું જ નવું
કૃતપુણ્યને લાગ્યું કે પોતે સ્વપ્નામાં હાવા જોઇએ અમર તે રાત્રે ઊધમાં તે ઊધમાં મૃત્યુ પામીને સ્વર્ગમાં અપ્સરાઓના આવાસમાં આવી પહોંચ્યા હાવા જોઇએ. પશુ પાકી ખાત્રી કરી શ્વેતાં તેને લાગ્યું, કે પાતે સ્વપ્નામાં તે! નથીજ. તેણે પોતાના મનની સાથે નકકી કરી લીધું, કે શું શું બને છે તે જોયા કરવું.
રાત્રે મુનિજી જે યુવાનને ઊંધમાંજ ઉપાડીને લાવ્યા હતા, રંજ કૃતપુણ્ય હતા. પણ તેને બિચારાને ચેનની અસરમાં કંઇ ખ સમજ પડી નહતી. તેનેા ખાટલા, ભાતાને ખા, ગાદી અને પહેરવાનાં સધળાં વસ્ત્રોને રૂપવતીએ એક ખંડમાં મૂકી દૃષ્ટને તેને તાળું વાસી દીધું હતું. ચારે સ્ત્રીને તેણે કહી દીધું હતું કે, ‘જે માજીસને તમે રાત્રે ઉપાડી લાવ્યા છે!, તે જિનદત્ત શેડ છે એમજ માની લેવું ને જિનદત્ત શેઠ એટલે આજ પુરૂષની સાથે તમે લગ્ન કર્યાં છે એમ માનીને જેમ તમે મારા પુત્રને પતિ તરીકે માનતા હતા, તેમ તેને માનીને તેની સાથે રહેવુ.’
જિનદત્ત શેડ જ્યારે ઊધમાંથી સવારે જાગતા, ત્યારે ચારે સ્ત્રી તેમની પાસે જે રીતે હાજર રહેતી, તેજ રીત આજે પણ કૃતપુણ્યના ઊડવાના સમયે તે હાજર રહી હતી. તે ઉપરાંત આજે તેમણે વધુ કાળજી રાખવાની હતી. નવા અને અજાણ્યા પુરૂષને પતિ તરીકે ગ્રહણુ કરવાના હતેા.