________________
૨૯૬
કાવનાશેઠનું સૌભાગ્ય
મુનિમ! મારા અંતરઆત્મા કહે છે કે જરૂર આપણે આમાં સપડાઈ જઈશું.”
તેમાંથી છૂટવા માટે આપણે માર્ગ શોધી કાઢીશું, બહેન ! પણ નવો ગુ કરવાની મારી ઈચ્છા નથી. પહેલે ગુન્હ કરવા માટે પણ હું તૈયાર નહોતો. પણ મેં તમારા કુટુંબનું અન્ન ખાધું છે, ગમે તેવા કપરા સંજોગોમાં તમારી પડખે ઊભા રહીને મારે તમને મદદ કરવી જોઈએ. એ કારણે મેં એક ગુ કરવામાં તમને સાથ આપ્યો હતો. હવે મારાથી બીજે ગુ થઈ શકે તેમ નથી. રાજ્યદ્રોહ કે દેશદ્રોહ કેઇપણ માનવીથી ન કરી શકાય. તમે કદાચ નહિ માનો, પણ હું સત્ય કહું છું કે એ ગુન્હો કર્યા પછી મેં ત્રણ દિવસના અન્નજળ વિનાના ઉપવાસ કર્યા હતા. આજ સુધી મેં આ વાત તમને કહી નહતી.
અમુક કાર્ય કરવામાં ગુન્હ છે એમ જ્યાં સુધી જાણતા ન હોઈએ ત્યાં સુધી ગુહ બન્યા કરે. પણ જ્યારે આપણે સમજી શકીએ કે જે કાર્ય કર્યું છે તેમાં ગુન સમાયેલો છે ત્યારે આપણે તેનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તેમાં પણ હું અને તમે બધાંય જાણતાં હતાં કે આ કાર્યમાં ગુન સમાયેલું છે અને આપણે રાજદ્રોહ કરીએ છીએ. એટલે આપણી બધાંની ફરજ હતી કે આપણે પ્રાયશ્ચિત કરવું જોઈએ. તમે તો પ્રાયશ્ચિત કર્યું છે કે નહિ, તે મને ખબર નથી પણ મેં તો કર્યું જ છે.”
“કોઈપણ જાતનું પ્રાયશ્ચિત કર્યું નથી, મુનિમજી ! પણ આજે તમારા મેએથા સાંભળ્યા પછી મારે પણ તે કરવું પડશે.”
“મારો તેમાં કોઈપણ જાતને આગ્રહ નથી. તે વાત તો તમારી પોતાની ઇચ્છા પર અવલંબે છે. મારી ખાસ સલાહ છે કે આપણે બીજા ગુન્હા ન કરવો. પહેલો ગુન્હો જે દબાઈ જાય તે સારું અને જે ખુલ્લો પડી જાય તો ખુલા દિલે એકરાર કરી લે. મોટી અને સમજુ સત્તા મોટા ભાગે ગુન્હ કરનારને એકરાર સાંભ