________________
અનંગસેનાના પડ્યો
૨૦૭
યે નથી. મેં તમારી સાથે એક ગણિકા જેવું જીવન વીતાવ્યું નથી. પણ એક આદર્શ પત્ની તરીકે જીવન વીતાવ્યું છે. હું સમજી શકું છું કે, લગ્ન ગ્રંથીથી જોડાયેલી તમારી પહેલી પત્ની પ્રત્યે તમે બેવફા ન બની શકે. પણ જો તમે મારા પર દબાણ કર્યું હોત, તો હું તમને તમારી પત્ની સાથે રહેવા દેત. તમારી પત્નીને હું મોટી બહેન જેવી માનત, તેની સેવા પણ કરત. કારણ કે મારે તે આદર્શ ગૃહિણી તરીકે જીવવું હતું.
ખેર આજે હું મારી મોટી બહેન મલિકાના પગલે જઈ રહી છું. મારી બધી મિલ્કત મેં મહામંત્રી અભયકુમારને સુપ્રત કરી છે. એ મિલકત ગરીબો અને પતિતોના ઉદ્ધાર માટે વાપરવાની મેં ભલામણ કરી છે.
હવે મને સંસારમાં મોહ રહ્યો નથી. ક્ષણભંગુર જીવન અને ક્ષણિક સુખને ખાતર જન્મ, જરા અને મૃત્યુના ફેરામાં દુખ્યા કરવું, એના કરતાં એ ફેરા ટળે તેવા માગે જવું મને યોગ્ય લાગ્યું છે.
મારી સેવામાં જો તમને કોઈ પણ પ્રકારની ખામી લાગી હેય, અગર પત્ની તરીકેના તમારી સાથેના સહવાસમાં તમને કઈપણ પ્રકારે અયોગ્ય બેલાઈ ગયું કે વર્તાઈ ગયું હોય, તો હું શુભનિષ્ઠાથી તે બદલ માફી માગું છું.
પ્રભુ તમને ધન્યા બહેનને અને પરિમલ બહેનને સુખી રાખે, એ અભ્યર્થના !
લી. અનંગસેનાના પ્રણામ”. ( પત્ર પૂરે વંચાઈ ગયા પછી અનંતકુમારના પિતા બન્યા. “કૃતપુય! મારા પુત્રે પોતાનું જીવન વ્યર્થ વિતાવ્યું નથી, એની આ પત્ર ઉપરથી ખાત્રી થાય છે. જે બનવાનું હતું તે બની ગયું આ પત્રથી બીજી એક વાત અમને જાણવા મળી છે, અનંગસેના ગણિકા સમાજમાંથી પણ એક આદર્શ ગૃહીણી બની શકી. અમે આજસુધી આ વાત જાતા ન હતા. ક્ષણભંગુર દેહ અને ક્ષણિક સુખને તે સમજી શકી. પણ હજી સુધી આપણે તે સમજી શક્તા નથી.
“ સમય સમયનું કામ કરે છે. કાકા !” કૃતપુય બાલ્યો. થોડા સમય માટે ત્યાં શ્રાંતિ પ્રસરી ગઈ.