________________
વરાયા કાજે
૧૦૭
પિતાના ધંધાથ જીવન વખતે જે પઠાણને અનંગસેનાની માતા વારંવાર નાણાં આપતી હતી, તે પઠાના મૃત્યુ પછી તેના પુત્રને તે આપવા લાગી હતી. જયારથી મલ્લિકાએ નતિકાને બંધ કરી , અને તેણે વંશપરંપરાને દેહ વિકમનો ધ બંધ કર્યો ત્યારથી તેણે તે પઠાણને ઠાર રક્ષક તરીકે પગારથી રાખી લીધો હતો,
અનંતકુમારના વારંવાર થતા આગમનથી અનંગસેનાની માતા બેચેન બની; તેણે તે પઠાણને સુચના આપી રાંખી કે “હવે અત્યારે અનંતકુમાર અહીં આવે ત્યારે તે પછી પોતાના ઘેર ન પહેએ જઈએ.” પઠાણ તેના કહેવાનો અર્થ સમજી ગયો. તેણે પિતાને છરો સંભાળી છે, તેની ધાર તપાસી જોઈ.
અનંતકુમાર જયારે ગઈ કાલે રાત્રે પિતાના મિત્ર પાસેથી નીકળે ત્યારે તે પઠાણ પણ તેની પાછળ છુપાતો છુપાતો જવા લાગ્યા. થોડે દુર જતાં અંધારાનો લાભ લઈને પઠાણે અનંતકુમારના વાંકામાં છરો માર્યો. અનંતકુમારના મેમાંથી એક તીણ અવાજ નીકળી પડયો, અને તે સાથે જ પોતે પણ જમીન પર ફસડાઈ પડયો. અવાજ સાંભળીને એક રક્ષક આવી પહોંચ્યો. પણ તે રક્ષકના આવતા પહેલાંત પડાણ અદશ્ય થઈ ગયા હતા.
છરે બહુ ઊડો પેસી ગયો હતે. રકત એકદમ વહેવા લાગ્યું રક્ષકને તે કંઈ પણ કહે તે પહેલાં તેનો પ્રાણ નીકળી ગયો.
રક્ષક બીજા રક્ષકોને બોલાવી લાવ્યો. બધા મળીને તે મૃત દેહને તેમના થાણે લઈ ગયા. તેના વસ્ત્રો તપાસીને તે કોણ છે, તેની ખાત્રી કરી લેવાનું કાર્ય તેમણે આરંભ્ય. આખી રાતની મહેનત છતાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ. સવારે તેમણે કેટવાલને સમાચાર આપ્યા. કોટવાલે તેની નેધ લઈ લીધી. પછી બેચાર માણસોને બોલાવીને આ માણસને તમે ઓળખી શકે છો ?” એ પ્રશ્ન કર્યો.
જવાબમાં તે લેકેાએ કાને હાથ મુકયા. સવાર સુધી અનંતકુમાર ઘેર ન આવવાથી તેના માતા પિતા