________________
૨૪૮ :
વીર સાળા બનેવી .. અને તે દાસી તરફ ફરીને બોલ્યાં.” ચંપા, મુનિમણને કહે કે આ ભાઈને વીસ લક્ષ સુવર્ણ મહેર આપે.”
અને તે પછી તેમની ઈચ્છા પ્રમાણે બધું થયું .
બીજે દિવસે સવારે તે રત્નકંબળમાંનો એક ટુકડે રસ્તા પરથી કચરો કાઢનારી એક બાઈના હાથમાં આવ્યું. તે ટુકડે પહેરીને તે રાજમહેલે ઝાડુ કાઢવા ગઈ. સુમધુર વાસ આવતાં મહારાજાની એક રાણીએ વાતાયનમાંથી બહાર દૃષ્ટિ કરતાં ઝાડુવાળીના દેહ પર રત્નકંબળ . તપાસ કરાવતાં તેને સમાચાર મળ્યા કે શાલિભદ્રના મકાનની પાછલી બાજુએ આ રત્નકંબળનો ટુકડો તેને-ઝાડુવાળીને મળ્યો હતો.
રાણીએ મહારાજા પાસે હઠ લીધી. મહારાજાને થયું કે “શું આવી કિંમતી વસ્તુઓ ખરીદનાર મારા નગરમાં હરતી ધરાવે છે?
ને તરત જ તેમણે શાલિભદ્રને ત્યાં સમાચાર મોકલીને તેને મળવા જવા માટે પ્રયાણ કર્યું
શાલિભદ્રના મકાને પહેચતાં શેઠાણીએ તેમનું યોગ્ય સ્વાગત કર્યું. તે વખતે શાલિભદ્ર પોતાના મકાનના સાતમા માળે પિતાની બત્રીસ સુંદર સ્ત્રીઓ સાથે આનંદ ક્રીડા કરી રહ્યા હતા. તેમને શેઠાણએ સમાચાર કહેરાવ્યા કે, “મહારાજ તમને મળવા માટે પધાર્યા છે, માટે નીચે આવે,
તેમણે નીચે આવીને મહારાજાનું સ્વાગત કર્યું પણ માતાના કહેવાથી તેમણે જાણ્યું કે મહારાજા આપણા શિરછત્ર કહેવાય. શાલિ-ભને લાગ્યું કે હજી પણ મારા માથે રાજા છે ? અને તેમણે જયાં પરમાત્મા સિવાય કે મોટું ન હોય, ત્યાં જવાની ઈચ્છા દર્શાવી. માતાની અને પત્નીઓની અનેક વિનંતીઓને તરછોડી ન કાઢતાં તેમણે રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરવા માંડ્યો. બધી સ્ત્રીઓને ત્યાગ કરી રહ્યા પછી સંસાર ત્યાગવાને તેમણે નિર્ણય કર્યો.
બીજે દિવસે શાલિભદ્રની બહેન સુભદ્રા પિતાના પતિને સ્નાન