________________
-૨૩૬
કમવનાશેઠનું સૌભાગ્ય નિન્દા અને ટીકા તો મોટા ભાગે કાર્યની કે સારા માણસોની થતી હોય છે. જે સારા નથી, તેમને સમૂહ જગતમાં મોટો હોય છે. તે સમૂહમાંનાં માણસો એક બીજાના પરિચયમાં રહીને સામા પક્ષની નિન્દા કરવામાં જ સમય પસાર કરતાં હોય છે, ને તેમાં જ આનંદ માનતાં હોય છે.
ધન્યા તેવી વાતો પ્રત્યે બહુ લક્ષ આપતી નહોતી. પરિમલનાં સાસુ સસરાની ઓથ તેને સારી હતી.
એ રીતે સુખદુઃખમાં પસાર થતા છ માસ વીતી ગયા. ધન્યાને પૂરા નવ માસે એક સુંદર પુત્ર અવતર્યો. પરિમલે છેલ્લા દિવસોમાં અને સુવાવડ પછી એક માસ સુધી ધન્યાની ઘણું કાળજી રાખી હતી. .
પુત્ર શરીરે તંદુરસ્ત ઘઉંવર્ણો હતો, તેને હસ્તો ચહેરે જેને ધન્યાને દુઃખના અને પતિના વિયોગના સમયમાં પણ આશ્વાસન મળવા લાગ્યું
ધન્યા સુવાવડમાંથી ઊઠી ન ઊઠી ને પરિમલના શિરે નવી જવાબદારી આવીને ઊભી રહી. તેની સાસુને તાવ લાગુ પડયો. સાસુની માંદગીમાં તે રાતદિવસ જાગરણ કરવા લાગી. દિન અને રાતની પ્રત્યેક ક્ષણ સાસુની કાળજીમાં વીતાવવા લાગી. ધન્યાનું શરીર પણ તન ઘસાઈ ગયું હતું. ખેરાકના અભાવે તેને તેની સુવાવડ ભારે પડી ગઈ હતી. પરિમલ તેને પોતાને ઘેર લઈ ગઈ હતી. પરિમલની સાસુની માંદગી જોઈને ધન્યાને લાગ્યું કે પોતે પરિમલને બેજારૂપ છે. એક તે એ બિચારી સાસુની પરિચર્યામાંથી ઊંચી આવતી નથી. ત્યાં પિતાની સેવા તેને વિષમ પરિસ્થિતિમાં મૂકે એમાં નવાઈ નથી.” એક વખતે સમય સાધીને તેણે પરિમલને કહ્યું. “બહેન, આવતી કાલે હું' મારે ત્યાં જવાની છું.”
“કેમ?” આશ્ચર્ય પામતાં પરિમલે પૂછયું. કારણ કંઈ નથી.” ધન્યા બોલી. ત્યારે અચાનક આવતી કાલે કેમ ઘેર જવાને વિચાર કર્યો