________________
યવનાશેઠનું સૌભાગ્ય
પ્રસંગે તે તેના પડખે ઉભા રહેવું જોઈએ. મિત્રધર્મ તો ભલે, પણ માનવધર્મ તે ન જ ભૂલા જોઈએ.
બધાને તે આશ્વાસન આપીને તે અનંગસેનાના મકાને આવ્યો હતો. ઘેરથી નીકળતા તેનાં માતા, પિતા અને પત્નીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેણે તેમને શાંત કર્યા હતા.
અનંત અહી આવતાં તેને સંકોચ ન થયો?” અનંગસેનાના ગયા પછી કૃતપુણે પિતાના મિત્રને પૂછ્યું.
શાને ? એક મણિકાને ત્યાં આવવાનો ?
અરે, ગાંડા. હું તો તને મળવા માટે આવ્યો છું. થોડા જ અહિં રહેવા માટે આવ્યો છું? અહીં રહેવા આવવા માટે તેને કાચ ન થયો, તે તને મળવા માટે આવવાને સંકેચ મને કેમ થાય? અનંતે સાદા શબ્દોમાં કહ્યું.
તે દુનિયાની લાજ શરમ છોડીને આ સ્થાન સ્વીકાર્યું છે. તારે તો હજી સંસારમાં–જગતમાં રહેવું છે.
તે લાજ શરમ છોડી છે, તારા પિતાએ હજી નથી છેડી. આ સ્થાન સ્વીકારતી વખતે તારે તારાં માતા, પિતા અને પત્નીનો તો વિચાર કર હતો
મેં તે મારા પિતાજીને સંદેશ પાઠવ્યો હતો કે, તમે તમારે પુત્ર મરી ગયા છે, એમ માનીને વિના સંકેચે જીવન વિતાવજે.”
કૃતપુષ્ય તું આટલું ભણ્યો છતાં તારા વિચારો આવા કેમ રહ્યા તેજ હું સમજી શકતો નથી.” અનંતકુમાર તેને સમજાવી રહ્યો હતો. એટલામાં એક સેવિકા ચાંદીના પાત્રમાં ગરમ કરેલું દૂધ લઈને આવી. તેણે કેઈપણ પ્રકારની આનાકાની કર્યા વિના તે સ્વીકારી લીધું.
અનંત,” કોઈપણ પ્રકારની આનાકાની સિવાય અનંતને દુધને ઉપગ કરતે જોઇને કુતપુર બોલી ઊઠયો. “ આનાકાની