________________
૫૪
ક્યવન્નાશેઠનું સૌભાગ્ય મિત્રો, હું મેડે આવ્યો છું, એમ ધારીને તમે મારા પર જરૂર ગુસ્સે થયા હશે ! પિતાના આનંદી. સ્વભાવ પ્રમાણે તેણે પ્રથમ વાકય ઉચ્ચાયું.
“ અત્યાર સુધી અમને તડકે તપાવ્યા તેથી ગુસ્સે ન થઈએ?” એક આઠેક વરસનો બાળક બોલી ઊઠ્યો. •
“જરૂર તમને અધિકાર છે, મારા નાના ભાઈ” તે બાળક પ્રત્યે દૃષ્ટિ કરતાં કૃતપુણ્ય બેલ્યો. “પણ તમે એક વાત ભૂલી ગયા છો કે, હું તે સમય પ્રમાણેજ આવ્યો છું. તમે લેકે સમય કરતાં વહેલા આવ્યા છે.”
આ બધા હસી પડયા. કૃતપુણ્યની બેલવાની ઢબજ એવા પ્રકારની હતી કે, લેકથી હસ્યા સિવાય રહેવાય જ નહી.
“ઠીક, ચાલો. હવે આપણે આપણી વાર્તાની શરુઆત કરીયે.” બધા શાંત પડયા પછી કતપુણ્ય બોલે. તેણે હંમેશની પોતાની રીત પ્રમાણે એક વખત બધા પર દષ્ટિ ફેવી જોઈ. પિતાનું કાર્ય પતી ગયા પછી તેણે વાર્તાની શરુઆત કરી.
“ભાઈઓ, આજે હું એક એવા મહાત્માની વાર્તા તમને સંભલાવવાને છું, કે જે સાંભળતાં જ તમારાં બધાં પાપોનો ક્ષય થઈ જાય.
મગધ્ર પ્રદેશમાં કુંડ-બ્રાહ્મણકુંડમાં કુડાલસ કુલને એક બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ હતું ઋષભદત્ત. તેને દેવાનંદા નામની સ્ત્રી હતી. તે સ્ત્રીએ અષાઢ સુદી ૬ ના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચોદ મહા સ્વપ્રો જોયાં હતાં. તે ચોદ મહા સ્વપ્રો અલૌકિક કેહવાય છે, તે ચૌદ સ્વમો કયાં કયાં તે હું તમને કહી સંભળાવું છું.
પહેલું સ્વમ હાથી, બીજું વૃષભ, ત્રીજુ સિંહ, ચોથું લક્ષ્મી, પાંચમું પુછપમાળા, છડું ચન્દ્ર, સાતમું સૂર્ય, આઠમું વજા, નવમું કુંભ, દસમું પદ્મ સરોવર, અગીઆરમું સમુદ્ર, બારમું દેવ વિમાન, તેરમું રત્ન રાશી, અને ચોદમું નિર્ધમ અગ્નિ.
આ રીતનાં ચૌદ મહા સ્વમો તેણે જોયેલાં, ત્યારથી તેને ગર્ભ