________________
પ્રકરણ ૧૩ મું
વિલાસ ખંડમાં “વાહ, વાહ, કેવું સરસ ! ખરી નૃત્યકળાતો મેં આજેજ જોઈ. અનંગસેના. ધન્યવાદ ઘટે છે, તને. પિતાના ચરણમાં બંને હાથ જોડીને નમી પડેલી અનંગસેનાને ઉઠાડતાં કૃતપુ બોલ્યો.
અનંગસેનાને ત્યાં ભોગવિલાસમાં ઓતપ્રોત બનીને જગતને ભૂલી ગયેલે કૃતપુણ્ય પોતાની જાતને પણ ભૂલી ગયો હતો. પોતે કોણ છે, કે પુત્ર છે, કયા કુળને છે, વગેરે વાતો તેના વિચારોમાં પ્રવેશી શકતી નહોતી. પિતાની આબરૂને કેવા પ્રકારનું કલંક લાગ્યું હશે, માતા પિતાના આત્માને કેટલું દુઃખ થતું હશે, યૌવન કાળમાં ઝૂલતી આશાભરી પત્નીને આત્મા વિરહની વેદનામાં કેટલો ઝૂરતો - હશે; વગેરે પ્રકારમાંની કઈ કપના તેના મગજને સ્પર્શતી નહોતી.
શરૂ શરૂમાં તેને કોઈ કોઈ વખતે માતા પિતા અને પત્ની યાદ આવતાં હતાં, પણ અનંગસેના અને તેની માતા તેના તે વિચારોને . ભૂલાવી નાખવામાં મદદ કરતાં હતાં.
- અનંગસેનાના હૃદયમાં સ્વાર્થ કરતાં કૃતપુર્ણયને પ્રેમ વધુ વસતો હતો. તેણે પોતાની બહેન મલિકાના શબ્દોનું પાલન કરવાને નિશ્ચય કર્યો હતો, ને હજી પણ વળગી રહી હતી. ધીમે ધીમે કૃતપુણ્ય તેના જીવનમાં, હદયમાં પતિ તરીકેનું સ્થાન મેળવી શક્યો હતો. અનંગસેના તેને પતિ તરીકે પૂજતી હતી, ને તેના આનંદમાં રસ લેતી હતી.