________________
એકરાર
૩૦૭ એ રીતે ચારે રા યુવકની સાથે ગયાં.
એક મીઠાઇવાળા પાસે જ્યારે તે જેળકાન્ત મણિ મળી આવ્યો ત્યારે અમને લાગ્યું કે હવે આ વાતનાં મૂળ શેધાશે. મહામંત્રીની બુધિ માટે કેને શંકા છે જ નહિ.
તે પછી ગઈ કાલે પક્ષને મંદિરમાં દર્શનાર્થે જવાનું રાજ્યનું ફરમાન જયારે બહાર પડયું ત્યારે અમે જાણું ચૂકય કે એમાં મહામંત્રીનું ચાલુ કામ કરી રહ્યું છે. શેઠાણીની ઈચ્છા દર્શનાર્થે જવાની નહતી, કારણ કે આ વખતે જરૂર સપડાઇ જવાનાં, એવી એમની ખાત્રી હતી. પણ પહેલે ગુન્હ છુપાવવા માટે રાજયને બીજે ગુન્હો કરવાની મેં સલાહ ન આપી.
મંદિરમાં જે પૂતળું બનાવીને મૂકવામાં આવ્યું છે, તે જ તે વ્યકિત હતી. હજી પણ ચારે સ્ત્રીઓ તેને ચહાય છે. મંદિરમાંથી ઘરે ગયા પછી તેમને તેની યાદ સતાવી રહી છે.
મુનિમજીએ ખુલ્લા દિલે એકરાર કરી લીધે. મહામંત્રીએ બધું શાંતિથી સાંભળી લીધું.
છેડે સમય તેમણે મુનિમના એકરાર પર વિચાર કર્યો અને પછી તે બો૯યાઃ
“મુનિમણ! જોકે તમે રાજ્યનો દ્રોહ કર્યો છે, પણ હું તમને માફી આપું છું. તમારા ગુન્હામાંથી મને એક સત્ય હકિકત જાણવા મળી છે. તે હકિકત વિષે હું મહારાજા સાથે ચર્ચા કરી લઇશ. પણ એક વાત હું તમને પૂછવા માગું છું."
“આપના કોઈ પણ પ્રશ્નનો જવાબ હું સત્ય જ આપીશ, મંત્રીરાજ! મુનિમ છ બોલ્યા.
તમે તમારી આખી હકિકત છૂપી રાખવા માગે છે. તમારી ઇચ્છા હોય તો તેમ કરવામાં મને વાંધો નથી. પણ તેના કરતાં તમારા સ્વર્ગસ્થ શેઠની જે ચાર ીઓએ જે યુવાનને પતિ તરીકે સ્વીકાર્યો હતો. અને જેની સાથે બાર વરસ પતિ પત્ની તરીકે વીતાવ્યાં