________________
૨૦૪
મવન્નારશેઠનુ સૌભાગ્ય
અહી. મેદનીમાં જોવામાં આવ્યા હતા. એટલે કદાચ તેણે અનંગસેનાનુ ધર ત્યાગ્યું પણ હાય !
રાજ્યના અમલદારનું લક્ષ તે વિષય પર ખેંચાયું. તેમણે અનંગસેનાના મકાનની આસપાસ સાદાં વસ્ત્રોમાં બે ચાર માણસાને ફરતા કરી દીધા.
તે સમયનું જાસુસી ખાતુ' બાહોશ હતું. મહામંત્રી પાતે ખાહાશ હાવા ઉપરાંત જાસુસી ક્રાય'માં ધણા પ્રવિણુ હતા. કાઇ ક્રાઇ વાર નગરચર્ચા માટે પાતે વેશ પલ્ટા કરીને બહાર નીકળી પડતા. તેમની ગુન્હાશાષક શક્તિ પ્રશ્ન...સનીય હતી. બુધ્ધિમાં તા તેમને કાઇપણ પહોંચી શકતુ નહોતુ.
બે દિવસમાં જાસુસાએ ખૂન કરનાર પઠાણને ગુન્હેમાર તરીકે ઝડપી લીધા. ન્યાયમાં ક્રાઇ દિવસ મુદતા પડતી નહિ. ખાસ અગત્યનું કારણ હાય, તેા જ ન્યાય લંબાવવામાં આવતા. ન્યાયને લંબાવવામાં પ્રજાને હેરાન કરવાના હેતુ સમાયેલા રહેતા નહીં.
પઠાણે પોતાના ગુન્હાને એકરાર કરતાં જણાવ્યું કે, પોતે તેા માલિક બાઇના કહેવાથી ગુન્હેમાર હતા. માલિક બાઇ તરીકે અનંગસેનાને હાજર કરતાં, તેણે કહ્યું. ‘અનંગસેનાભાઇ નહિ પણ એમની મા.' અને તે પછી અનસેનાની માતાને પકડી લાવવા માટે એ રક્ષકા ગયા. પણ તે વૃધ્ધી સમજી ગઇ હતી, કે અનંગસેના તા નિર્દોષ તરીકે છૂટી જશે પણ પેાતાના માટે ખીજો કાઇ રસ્તા નથી. એટલે અનગસેના ન્યાયાસન આગળ હતી, ત્યારે તે રાશીએ ઝેર ખાઇ લીધું હતું. જ્યારે રક્ષા તેને પકડી લાવવા માટે તેના આવાસે ગયા ત્યારે તેમના હાથમાં તેની લાશ આવી.
પરિણામે આખા ભેદ ખુલી ગયા. પઠાણને ગુન્હેગાર-ખૂની ઠેરાવીને દેહાન્ત દંડની સજા ફરમાવવામાં આવી. ગુન્હાની ઉત્પત્તિ કરનાર ડાશી આત્મહત્યા કરીને મૃત્યુ પામી હાવાથી તેને ગુન્હેગારજ ડરાવવામાં આવી. અનંગસેનાને નિર્દોષ ગણીને છેાડી મૂકવામાં આવી.