________________
મહામંત્રી અને કૃતપુણ્ય
૨૮૭
ગયા હતા. આવી કોઈ વાર્તા તેમણે કઈ જગાએ સાંભળી નહતી કે અનુભવી નહોતી.
કૃતપુણ્યના વૃત્તાંતમાં કંઈક રહસ્ય સમાયેલું હોવું જોઈએ, એવી તેમની દૃઢ માન્યતા થઈ ચૂકી. તેમની બુદ્ધિ અદ્વિતીય હતી. પ્રત્યેક કાર્યમાં તેમણે સફળતા પ્રાપ્ત કરી હતી. આજે પણ આ બાબતમાં તે વિચાર કરવા લાગ્યા. કોઈ પણ પ્રકારે આનું મૂળ શોધી કાઢવાની - તેમને ઈચ્છા થઈ આવી.
બાર વરસ સુધી એક મકાનમાં આવો ચાલાક માણસ રહે અને તે કેનું મકાન છે એટલું પણ ન સમજી શકે, એ તેમને અસંભવિત લાગ્યું. પણ કૃતપુણ્યની વાણી તેમને દંભ વિનાની લાગી. તેને વિચારે તેમને ઊચ્ચ કોટિના લાગ્યા.
પળેપળની આવી સવિસ્તર માહિતી આપનારે આવો સંસ્કારી માણસ જૂઠું ન જ બેલે એમ તેમનું હૃદય કહેવા લાગ્યું.
તેમણે કૃતિપુણ્યના શબ્દો પર વિશ્વાસ મૂક્યો.