________________
નિષ્ફળતા
૩૩
વચ્ચે કયાંથી લાવ્યો !
ભલે, ભલે.. આમ્રપાલીને આપણે તેના ઘેર જ રહેવા દઈએ.” કુતપુણ્ય પિતાના મશ્કરા સ્વભાવનુસાર બોલ્યો. - આમ્રપાલી વિષે પૂછનાર યુવક ચૂપ થઈ ગયો.
ખરી રીતે આમ્રપાલીને આખો ઈતિહાસ કૃતપુર્ણ પણ બરાબર જાણતો નહતો.
એક સમયે આપણા પ્રતાપી મહારાજાએ ઉજજયિનીના પ્રદ્યોતનની રાણી શિવાને જોઈ. રૂપરૂપનો અંબાર સમી કન્યાઓને રાણુઓ બનાવીને પિતાના રાણીવાસમાં ભરનાર બિખ્રિસારને શિવાનું રૂપ અલોકિક લાગ્યું. - એ એટલું તો જાણતા હતા કે શિવા વૈશાલીના મણતંત્રના અધિપતિ ચેટકરાજની કન્યા છે. શિવાનું સુવર્ણના રંગ જેવું રૂપ જોઈને મહારાજાને પોતાને રાણીવાસ સ્પામ ભાસ્યો. તેમનામાં એટલી તો સમજશકિત હતી કે, “કન્યાનું માંગુ તે થઈ શકે, પરાણયતાનું નહિ.
શિવા તો પરણેલી હતી.
મહારાજાએ પોતાના અંગત માણસને વૈશાલીની તરફ ગુપ્ત રીતે રવાના કર્યો. શા માટે એ સમજી શકે છે ? પ્રશ્ન કરીને તે ડીવાર થંભ્યો. સી તેના ચહેરા તરફ નિરખી રહ્યા.
“ચેટકરાજના કુટુંબની તપાસ કરવા.' તે આગળ બોલવા લાગ્યા. “ મહારાજાને તો રૂપનાં મોહ જાગ્યો હતો. જે વસ્તુની આપણે વાંચ્છના કરીએ છીએ, તે વસ્તુ આપણને અત્યંત મહત્ત્વની ભાસે છે. જેની આપણે રાહ જોઈએ છીએ, તેના આગમનની એક એક દિવસ એક એક વરસ સમો લાગે છે. મહારાજા રોજ સવાર ઊગે ને તપાસ કરવા મોકલેલા માણસની રાહ જુવે પણ એમ તે કંઈ છેડોજ એ આવી જવાને હતો! તે બિચારા વૈશાલીમાં પહેરો, નગરની તપાસ કરે, ચેટકરાજની માહિતી મેળવે, તે પછી તેમના કુટુંબ વિષે માહિતી મેળવે, તે પછી પાછો આવે.