________________
વિલાસ ખંડમાં
લાગ્યું કે “ગણિકાના જીવન કરતાં એક પુરૂષને પતિ તરીકે સ્વીકારરજ ઉત્તમ છે. નતિ કા તરીકે આવીને પોતાનું નૃત્ય વિલાસી અગર કામાતુર માણસો આગળ વેડફી નાંખવા કરતાં એકજ પુરૂષને પ્રેમી તરીકે સ્વીકારી લઈને તેના ચરણમાં ધરવામાં આનંદ અને શાંતિ સમાયેલી છે.”
આજે તે ઉહાસમાં હતી. પિતાની સર્વ કલાઓ પતિના ચરણોમાં ધરી દેવાનો તેણે નિર્ણય કર્યો હતો. તેણે પરિધાન કરેલાં વસ્ત્રોની સજાવટમાં નવિનતા હતી. મેટે ઘેરદાર ચણિઓ અને કસીને બધેિલી–ફાટફાટ થતી કંચુકી તેની નાજુક કાયાને મસ્ત માનુની સની ઓળખાવી રહ્યાં હતાં. દેહ પર બારીક મુલાયમ ઉપવસ્ત્ર શોભી રહ્યું હતું. કસ્તુરી, કેસર, અને અંબર વગેરે બત્રીસ જાતના પદાર્થો નાખી તૈયાર કરેલું નાગરવેલનું પાન તેના મુખને લાલ અને સુવાસિત બનાવી રહ્યું હતું. પગમાં ઝંઝર હતાં. હાથમાં ઝીણઝીણાં કણાની હાર લાગી હતી. કંઠમાં પહેરેલે હીરાનો હાર તેના વૃક્ષઃ સ્થળ પર નાચી રહ્યો હતો. વેણીમાં રત્નોની દામણી શોભી રહી હતી.
વિલાસખંડમાં એક નકશીદાર હીંડોળા પર કુતપુર્ણ બેઠો હતો. તેનો એક પગ જમીન પર અડતો હતો, ને બીજો પગ તે પગના ઢીંચણ પર રાખ્યો હતો. જમીન પર અડતા પગે તે ધીમે ધીમે હડાળાને હલાવી રહ્યો હતો. તેણે સાદાં ને શુભ્ર વસ્ત્રો ધારણ કર્યુ હતાં. માથાના વાળ સુગંધિત તેલ વાળા હતા.
વચ્ચે એક નાનું ફૂવારો ઊડી રહ્યો હતો. તે ફુવારાના જળમાં અત્તર નાંખવામાં આવ્યું હતું. અત્તર મિશ્રિત જળમાંથી આવતી મિઠી સુવાસ આખા ખંડને સુવાસિત કરી મૂકતી હતી. વાતાયનો પર પારિજાતકનાં પુષ્પોના પડદા બાંધવામાં આવ્યા હતા. તેમાંથી પ્રવેશ મંદમંદ વાયુ દેહને ઠંડક અપી રહ્યો હતો.
કતપુર્વ અનંગસેનાના અંગે પાગમાંથી ઝરતા નૃત્યને એકી નજરે નિરખી રહ્યો હતો. અગસેના પોતાના પતિના ચરણમાં પિતાની