________________
આશ્ચર્યાવસ્થા
૨૧૯
સ્વભાવ શંકાશીલ હોય છે.” પરિમલે ખુલાસો કર્યો.
“જેમ સ્ત્રીઓને સ્વભાવ સહનશીલ હોય છે. તેમ નહિ?” કૃતપુણ્ય હસતાં હસતાં બોલ્યો.
“આ વાત મજાક કરવાની નથી, ભાઈ !” પરિમલ બાલી. “તમારા ભવિષ્યના સુખી સંસાર માટે અતિ મહત્વની છે. જ્યારે. તમે પાછા આવશે ત્યારે તમારા આ નાના ઘરમાં વાતાવરણને ઉમંગીત કરતું એક બાળક કહેલ કરતું હશે. એ વખત તમને બીજી કઈ જાતના પ્રશ્નો-વિચારો ન મૂઝવે, તે માટે મેં આટલો જરૂરી ખુલાસો કર્યો છે.
“એ માટે હું તમારા ઉપકાર માનું છું. બહેન !” કૃતપુર બેલ્યો. “તમે પુરૂષ રવભાવને સારી રીતે પિછાની શકયા છે.”
એ પછી કેટલીક વાતચીત થઈ. ધન્યાએ અને પરિમલે કૃતપુણ્યનું શુભ ઈયું અને વિદાય આપી.
ત્રણનાં નયને ભીંજાયાં. પણ તે અથુ દુઃખનાં નહોતાં. સુખદ ભવિષ્યની આશાએ અપાતી વિદાયનાં હતાં.
એ રીતે કતપુયે વિદાય લીધી. સાથે ભાતાને ડબો અને થોડાં કપડાં લીધાં. વણઝારમાં જઈને કોઠારી પાસેથી એક ખાટલો અને એક ગાદી તથા ઓઢવાનું લીધાં.
રાત થતાં ભાથાને બે અને કપડાં તેણે ઓશીકા નીચે મૂકર્યા. ખાટલા પર જુની ફાટેલી ગાદી નાખીને તે સૂઈ ગયે. પિતે વણઝારનાં માનવીઓથી અજાણ હોવાથી એકદમ છેવાડે એક નાના વૃક્ષની નીચે તેણે પિતાને ખાટલે નાખ્યો હતો. સવારે પરેઢ થતા પહેલાં પણ વણઝાર ઉપડવાની હોવાથી તેને પણ વહેલું ઊઠવાનું હતું.
- થોડી વારે વિચારમાં ને વિચારમાં તે ઊંઘી ગયો. ખુલ્લી જગાને મંદમંદ વહેતો ઠંડા પવન તેના દેહને આરામ આપતે હતા પવનના મીઠા ગુંજનમાં તેને તત્કાળ ઊંઘ આવી ગઈ.
પણ