________________
૨૨૦
કવન્નાશેઠનું સૌભાગ્ય
જયારે તેણે આંખ ઉઘાડી ત્યારે તેને આશ્ચર્ય થયું. પોતે કર્યા છે અને કેવી સ્થિતિમાં સૂઈ ગયો હતો, ને અત્યારે ક્યાં અને કેવી સ્થિતિમાં છે? શુદ્ધ પ્રતિબિંબ પાડતા અરીસાની આ ચાર દિવાલ વચ્ચે ચંદનના પલંગ પર દોઢ વેંત ઊંચી મખમલની ગાદી પર પોતે સૂતો છે. ચાર ચાર પરીઓ પોતાના જાગૃત થવાની રાહ જોતી ઊભી છે. એકના હાથમાં મુખ પ્રક્ષાલનનાં સાધન છે, બીજીના હાથમાં સુંદર અરીસો છે, ત્રીજાના હાથમાં મુખ પ્રક્ષાલન પછી મુખ લૂછવાને સુંદર, સ્વચ્છ શુભ્ર વસ્ત્ર છે અને ચોથીના હાથમાં મયુર પીછને નાજુક પંખો છે.
તેણે ખાત્રી કરી કે પોતે સ્વમામાં નથી પણ જાગ્રતાવસ્થામાં છે. ખાત્રી કરી લીધા પછી ધીમે રહીને ખુલ્લીરીતે નયનો ખેલ્યાં. નયને ખૂલેલાં જોઇને અરીસો પકડીને ઊભી રહેલી સ્ત્રીય પિતાના હાથમાંનો અરીસો તેના ચહેરા સામે ધર્યો. કૃતપુણ્યને તેમાં પિતાનું મુખ સ્પષ્ટ દેખાયું. તેને યાદ આવ્યું કે પવિત્ર માણસો હંમેશાં પ્રાત:કાળે ઊઠીને બીજાનું મુખ જતાં પહેલાં પોતાનું મુખ અરીસામાં જોતા હેય છે. મયૂપીછો પંખે પકડીને ઊભી રહેલી સ્ત્રીએ પવન નાંખવા માંડશે.
કૃતપુણ્યને ખાત્રી થઈ કે પોતે અમરાપુરિમાંજ છે. જે તેમ ન હેય, તો આવાં સાધનો, આવો આવાસ, આવી અપ્સરાઓ અને આવી સુવ્યવસ્થા સંભવેજ શી રીતે ! દુનિયા પર આવી સાહેબી અને આવી સુવ્યવસ્થા ન જ હોય !
સ્વસ્થતા પ્રાપ્ત કરતાં તેણે પ્રશ્ન કર્યોઃ “હુ કયાં છું?”
જવાબમાં પંખો ઢાળતી સ્ત્રીએ કહ્યુંઃ “અહીં આપણે ત્યાં જ છે, પ્રાણનાથ !”