________________
મુનિમજીએ નમાર્ગ શો
૨૨૭
ગાડી હાંકનાર ગાડી ત્યાં રાખીને ઘેર જઇને શેઠાણી પાસેથી લાકડી લઈને પાછો આવ્યો. મુનમજીએ શેઠાણુને તે વિષે કહી રાખેલું હોવાથી શેઠાણીએ તરતજ લાકડી આપી હતી. ગાડી હકિનાર પાછો આવ્યો તેટલામાં તો મુનિમજીએ પોતાનું કાર્ય પતાવી લીધું હતું. | ગાડી હાંકનારો ત્યાંથી ઘેર જવા નીકળે, કે તરત જ મુનિમજી , અને તેમની સાથે ચારે સ્ત્રીઓ ગાડીમાંથી નીચે ઊતરીને વણઝાર તરફ ગયાં હતાં. તપાસ કરતાં તેમને જણાઈ આવ્યું કે વણઝારના છેવાડે એક માણસ એક ભાંગેલા ખાટલામાં એક સૂતે છે. ચંદ્રના આછા પ્રકાશમાં તેમણે જોયું, કે સૂનારને ચહેરા કદરૂપો નથી. તેમણે તરત જ પિતાની પાસે રાખેલી એક વસ્તુ સનારના નાકે ધરી. જોતજોતામાં તેને તેનું ઘેન ચઢી ગયું. પચે જણાંએ મળીને તેને પિતાની ગાડીમાં લઈ લીધો. પછી તે ભાંગેલો ખાટલો, તેના પરની ગાદી. અને સાથે સામાન પણ ગાડીમાં લઇ લીધાં. પિતાનું કામ અહીથી પતાવી લઈને સો પાછાં ગાડીમાં બેસી ગયાં હતાં. થોડીવારે ગાડીવાળા શેઠની લાકડી લઈને આવી પહોંચ્યો.
મુનિમજીએ થોડા સમય ગાડી આમ તેમ ફેરવાથી અને પાછી ઘેર લેવડાવી.
વહેલી સવારે તેમણે પેઢી પર કહી દીધું કે, “જરૂરીના કામે શેઠ પરદેશ ગયા છે, એટલે તેમને મળવા આવનારને મારી પાસે મોકલવા.”