________________
ગાઢ પરિચયમાં
૨૪૫
પરિચયથી અવજ્ઞા ઉંબવે છે. તેમ જે બધાના દિલ નિષ્પાપ હોય તે પ્રેમ પણ ઉદ્ધવે છે. મને પતિ તરીકે સ્વીકારવામાં તમારો હેતુ તમારા કાર્યની સિધ્ધિનો છે, મને નુકશાન કરવાનું નથી. તે કારણે તમારા મનમાં મારા પ્રત્યે ઘણા ન ઉપજે પણ પ્રેમન–લાગણીનાં અંકુર ફૂટ, એ સ્વાભાવિક છે.”
કૃતપુણ્યના શબ્દો સાંભળીને ચારે સ્ત્રીઓનાં દિલ તેના તરફ વધુ આકર્ષાયાં. મીઠી અને નિર્દોષ વાણીનો ઉપયોગ કરનાર તપુય હંમેશાં પિતાના વાણું પ્રવાહે સામાનાં દિલ આકર્ષવામાં યશસ્વી નિવડતો હતો. આજે પણ તેને તેના વાણી પ્રવાહ સારો સાથ આપ્યો. ચારે સ્ત્રીઓ તેના તરફ આપોઆપ જ આકર્ષાઈ. કૃતપુને લાગ્યું કે દરેકનાં દિલ લાગણીની મધુરતા અનુભવી રહ્યાં છે, એટલે પોતે શાંતિ જાળવી રાખવી યોગ્ય છે.
- “હશે, અભયા ! હવે તે વાત જવા દઈએ. ભાવિમાં જે લખાયું હશે તે થયાજ કરવાનું. તેમાં તમારે કે મારા કાઈજ ઉપાય નથી. પણ હવે કહે જોઈએ, કે આજે નગરમાં કયો મહત્વને પ્રસંગ બની ગયો છે?” કૃતપુણ્ય નગરમાં શો પ્રસંગ બની ગયો છે, તે જાણવાના ઇરાદાથી પૂછ્યું.
એ વાત હું આવતી કાલે કહું તે નહિ ચાલે, સ્વામિ અભયા બોલી. "
“કેમ, આજે શો વાંધો છે?” આશ્ચર્ય પામતાં કુતપુણ્ય પ્રશ્ન કર્યો.
“ આજે સમય પણ થઈ ગયો છે, ને તમારા શબ્દોએ અમારા મનમાં વિચારોનું મંથન જગાવ્યું છે." અભયાએ ખુવાસો કર્યો.
ભલે, આવતીકાલે કહેજે,” કૃતપુણે અનુમતી દર્શાવા.