________________
પ્રકરણ ૧૩ મું
નવી યુક્તિ આથમતા સૂર્યનાં તિરછાં કિરણો જતાં જતાં પણ જગતને પિતાને પ્રભાવ બતાવી રહ્યાં હતાં. આથમતા પહેરની ઓછી થતી ગરમીના કારણે કંઇક ઠંડક અનુભવતાં માનવીઓ સંતોષ અનુભવી રહ્યાં હતાં.
એવા સમયે. એક આલિશાન મકાનની બારી પાસે સુંદર મુલાયમ આસન પર બેઠા બેઠા બે મિત્રો વાત કરી રહ્યા હતાચાર માળનું તે ભવ્ય મકાન રંગ બેરંગી ચિત્રો વડેજ પિતાની મહત્તાનો ખ્યાલ આપી રહ્યું હતું.
રસ્તેથી જતાં આવતાં માણસે તેના પ્રત્યે તિરછી નજર નાંખવાનું ચૂકતા નહિ. અરે તિરછી નજર નાંખવાનું ચૂકતાં નહિ શું પણ તેના તરફ જોવાનો લાભ જતો કરતા નહિ.
તે મકાન હતું અનંગસેનાનું, એક નાયિકાનું.
બંને મિત્રોમાંનો એક તે હતો તપુરય, ને બીજે તેને સમજવવા માટે આવેલ અનંતકુમાર. કૃતપુનાં માતા પિતાના અત્યાગ્રહથી, તેની પત્નીની હૃદય બથા નિહાળીને અને મિત્રધર્મ બજાવવાની ફરજ સમજીને અનંત તેના મિત્રને-કૃતપુણ્યને સમજાવવા માટે અનંગસેનાના મકાનમાં આવ્યો હતો.
અનંગસેનાએ પ્રથમ તે તેને પોતાના મકાનમાં પેસવા દેવાની આનાકાની કરેલી, પણ કૃત પુણ્યના આગ્રહને વશ થઇને તેણે નમતું મૂકેલું.