________________
૨૧૬
યવનાશેઠનું સૌભાગ્ય
અખંડ અરીસાથી મઢી દેવામાં આવી હતી. ઉપરને ભાગ પણ અરીસાથી મઢેલો હતો. જમીન પર પણ મજબૂત અરીસો જડવામાં આવ્યો હતો. ચારે દીવાલ પર ઉપર કે નીચે જોતાં ફક્ત પ્રતિબિંબજ દેખાતાં હતાં. આખો ખંડ અરીસામયજ બનાવી નાંખવામાં આવ્યો હતો.
કૃતપુય આશ્ચર્ય પામ્યો. તેણે ફરીથી પોતાનાં નયને ચોળી જેમાં પણ તેની નજરે તો પહેલાં હતું તેજ પડયું. તે વિચારવા લાગ્યો કે, “આ અમરાપુરીમાં પિતે કયાંથી આવી પહો ! અને પછી ગઈ કાલે રાત્રે કયાં અને કેવી રીતે સૂઈ ગયો હતો. તે યાદ કરવા લાગ્યો
બીજે દિવસે સવારે વણઝાર ઉપડી જવાની હોવાથી તે ધન્યાની અને પરિમલની સલાહથી વણઝારના માલિકને મળવા ગયો. હતા. માલિક ઉદાર સ્વભાવને અને લાગણીવાળો માણસ હતો. વય જોતાં તે હજી પ્રૌઢાવસ્થામાં પ્રવેશ્યો હોય, એમ લાગતું નહોતું.
કૃતપુ તેને મળ્યો. બંનેની વચ્ચે વાતચીત થઈ અને પોતાની વણઝારના નિયમ પ્રમાણે વણઝારના માલિકે પગાર આપવાનું નક્કી કર્યું.
પગાર નક્કી કરીને કૃતપુણ્ય ઘેર ગયો. તેણે ધન્યાને સઘળી વાત કરી. પતિના શુભ ભવિષ્યની આશએ પત્નીને ઘણો આનંદ થયો. બંને જણ પરિમલને ત્યાં ગયાં. પરિમલના સસરા પાસે જઈને કતપુણ્ય બધી વાત કરી, પરિમલના સસરાએ આશીર્વાદ આપતાં કહ્યું.
“કૃતપુણ્ય, મારા અનંતના મૃત્યુ પછી હું તને તેની જગાએ માનતો આવ્યો છું. એટલે તારું શુભ ઇચ્છું એમાં નવાઈ નથી. પણ તે ઉપરાંત તારા બાલ્યકાળથી મને તારા પર અત્યંત પ્રેમ છે. મારા અંતઃકરણના આશીર્વાદ છે કે, તું સુકતિને લક્ષ્મી પ્રાપ્ત કરીને જલદી પાછો આવ અને જેવા નિષ્કલંકિતપણે તારા પિતા સમાજમાં ઉન્નત મસ્તકે જીવન વિતાવતા હતા, તેવા નિષ્કલંકિત પણે