________________
કાવનારોઠનું સૌભાગ્ય
મને કે કમને બધાએ જમી લીધું. જમ્યા સિવાય છૂટ નહોતો. દે ટકાવવા જેટલો આહાર તે લેવો જ જોઈએ. મૃત્યના આમંત્રણ સિવાય મૃત્યુને ભેટી શકાતું નથી.
સાંજે ધનેશ્વર શેઠ અનંતકુમારને મળ્યા. ખુલાસાથી પોતાનું અને ઘરનાં માણસોનું દુઃખ પણ વર્ણવી બતાવ્યું. અનંતકુમાર પણ વિચારમાં પડી ગયા. તે જાણતો હતો કે, કૃત પુણ્યને કોઈ શત્રુ નહતો કે જે તેને ફસાવે. અને તે એ ભોળા પણ નહોતો કે કોઈની જાળમાં સપડાઈ જાય. તેણે શેઠને આશ્વાસન આપતાં કહ્યું.
“કાકા, તમે ગભરાશો નહિ. કૃતપુણ્યને કેદ શત્રુ નથી કે જે તેને મૂશ્કેલીમાં મૂકે. અમે તે કારણે તે કયાંક રોકાઈ ગયો હરો. આજે હું તેની ખાસ તપાસમાં જ રોકાઈશ. ગમે ત્યાંથી હું તેને પત્તો મેળવીશ. તમે બિકુલ ચિંતા કરશે નહિ.”
અને એમ ને એમ કેટલાયે દિવસો પસાર થઈ ગયા. કૃતપુણ્યને પત્તો લાગ્યું નહિ. અનંતકુમાર પણ નિરાશ બની ગયો. ધનેશ્વર શેઠ વેપારમાં પણ હવે બહુ ઓછું ધ્યાન આપતા હતા. * એક દિવસે સાંજે શેઠ જમીને પોતાની દુકાને જતા હતા, તે વખતે રસ્તામાં તેમને એક સ્ત્રીએ જોલાવ્યા. શેઠ તે સ્ત્રીને ઓળખતા નહોતા. શેઠે પોતાનું આશ્ચર્ય વ્યકત કરતાં પૂછ્યું “ બહેન, મને બોલાવ્યો ' ?
“હા, છ.” તે સ્ત્રી એ જવાબ આપ્યો.
તે સ્ત્રી હતી અનંગસેનાની દાસી. અનંગસેના અને કૃતપુણ્યનાં લગ્ન કરાવી આપીને પઢીયે મલ્લિકા પોતાનો આવાસ ત્યાગીને ચાલી ગઈ હતી. તેણે પિતાના મનના સમાચાર કેઈને આપ્યા નહોતા. પણ એક દાસીના મુખેથી અનગસેનાએ સાંભળ્યું કે, “મોટાંબાઈ કહેતાં જ્યાં હતાં કે, હું બહાર જાઉં છું
અનંગસેના તરત જ સમજી ગઈ. સેવિકાના મુખેથી મલ્લિકાના વસ્ત્રાભૂષણોની વિગત પણ તેણે જાણી લીધી. જતી વખતે મહિલકાએ