________________
પિતા પુત્રનો મેળાપ
“માતાજી, આજે એક શુભ સમાચાર આપવા માટે ખાસ વહેલો આવ્યો છું.” કાણે પિતે વહેલા ઘેર આવવાનું કારણ જણવતાં કહ્યું,
શા સમાચાર આપવાના છે?”
તમે કહેતાં હતાં ને, કે મારા પિતાજી, એક વણઝારની સાથે બહાર ગામ ગયા છે અને તે જ વણઝારની સાથે પાછા આવશે ! ”
હા. પણ આજે એનું શું છે, બેટા?”
“ગઈ મધરાતે એક મોટી વહઝારે ગામ બહાર પડાવ નાખ્યો છે. એટલે તમે જે વણઝારની વાત કરતાં હતાં, તેજ વણઝાર જે એ હે તે મારા પિતાજી તેની સાથે જરૂર આવ્યા હોવી જોઈએ.” પુત્રે માતાને આનંદના સમાચાર કહી સંભળાવ્યા.
વણઝારના પડાવના સમાચાર સાંભળીને ધન્યા આનંદીત થઈ. તે જાણતી હતી કે મોટામાં મોટી એક જ વણઝાર હતી. અને તે જ વણઝારની સાથે તેનો પતિ મુસાફરીએ ગયો હતો.
જલદી જલદી તેણે સ્નાન કરી લીધું. સાધારણ ઠીક એવાં વસ્ત્રો પહેરી લીધા. કલ્યાણ પણ સ્નાનાદિ કાર્યથી પરવારીને કપડાં પહેરી સજજ થયો.
માતા અને પુત્ર રાત્રે આવેલી વણઝાર તરફ ચાલ્યાં. તેમની પેઠે કેટલીયે સ્ત્રી પુરૂષો અને બાળકો તે તરફ જઈ રહ્યાં હતાં. ક્રોઈ સ્ત્રી પોતાના પતિને મળવાની આશાએ જહદી જલદી જઈ રહી હતી, તે કઈ વૃદ્ધ યા તો પ્રોઢ પિતાના પુત્રના સામે જઈ રહ્યો હતો. કેટલાક યુવાને પોતાના પિતાને મળવાનું અને તેમને ઘેર લાવવાને જઈ રહ્યા હતા.
આખા નગરમાં વાત પ્રસરી ગઈ હતી, કે ગઈ મધરાતે વણઝાર આવી ચૂકી છે અને તેણે ગામની બહાર પિતાને પડાવ નાંખે છે.
પ્રાતઃકાળ થઈ ચૂક્યો હતો. ધન્યાના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. પોતે પોતાના