________________
પ્રકરણ ૩૯ મું
મહામંત્રી અને કૃતપુણ્ય બે દિવસમાં તો કૃતપુણ્યના ઘરમાં ઘણો ફરક પડી ગયો હતો. બાર વરસના એક સાથે મળેલા પગારમાંથી તે કેટલીયે વસ્તુઓ ખરીદી લાવ્યો હતો. નવાં નવાં વસ્ત્રો, કલ્યાણ અને ધન્યા માટે તેમને યોગ્ય એવા ડાં અલંકારો અને ઘરના વપરાશ માટે બીજી કેટલીક વસ્તુઓ તેણે ખરીદ કરી હતી.
તેનાં પાડોશીઓ અને સગા સંબંધીઓ વારંવાર આવવા સાગ્યાં હતાં. બાર વરસ પહેલાં તેને ધુત્કારનારાઓ અને તેનું અપમાન કરનાર આજે તેને મોટાભાઈ તરીકે સંબોધવા લાગ્યાં હતાં.
મહામંત્રી તરફથી મોકલવામાં આવેલ માણસ અને કમળ જયારે તેને ત્યાં પહોંચ્યા ત્યારે કલ્યાણ, ધન્યા અને તે વાતોનામાં આનંદ વીતાવી રહ્યાં હતાં. કલ્યાણ વારંવાર પિતાના પ્રવાસની હકિકત જાણવાની તત્પરતા દર્શાવતો હતો પણ કતપુણ્ય તે વાતને ઉડાવી દેતો હતે.
કમળને એક અજાણ્યા માણસ સાથે આવેલે જઈને કલ્યાણે તેને પ્રશ્ન કર્યો.
“આ ભાઈ કણ છે, કમળ ?”
“મહામંત્રીજીએ તને અને તારા પિતાને તેમની પાસે બોલાવ્યા છે. તમને બંનેને તેમની સાથે લઈ જવા માટે આ ભાઈ આવ્યા છે.”
કમળનો જવાબ સાંભળીને કલ્યાણ; કૃતપુણ્ય અને ધન્યા '