________________
૨૬૦
કયવનાશેઠનું સૌભાગ્ય
કરવામાં આવી હતી તે ઉદેશ પાર પડતાં તે વાત હવે કેમ સમેટી લેવી, તેનાજ વિચારોનું મર્થન ચાલી રહ્યું હતું.
ચારેય સ્ત્રીઓમાંથી અભયા કૃતપુણ્ય પ્રત્યે વધુ આકર્ષાએલી રહેતી હતી. સ્વાભાવિક રીતે જ તેનું દિલ નવા પતિ પ્રત્યે ખેંચાયા કરતું. અનિચ્છાએ સાસુના દબાણના કારણે નવા પતિનો સ્વીકાર કરતાં તેના હૃદયમાં અનહદ દુઃખ થયું હતું. પતિનું મૃત્યુ થાય અને તેને ખાનગી રીતે દફનાવી દેવામાં આવે, તે કાર્ય ગમે તેવી પત્નીના દિલને પ્રજાને. ચારેય સ્ત્રીઓને પોતાના પતિનું મૃત્યુ મૂઝવી રહ્યું હતું. પણ સૌથી વધુ તો અભયારે મુઝવણ થઈ રહી હતી,
તેને સ્વભાવ લાગણીવશ હતો. શરૂશરૂમાં તે કૃતપુને પિતાનું કર્તવ્ય માનીને ચાહવા લાગી હતી. પરંતુ થોડા જ સમયમાં નવા પતિની મીઠી ભાષાએ તેને આકષી લીધી. કૃત પુણ્યના આનંદી સ્વભાટે ચારેય પત્નીઓનાં હદયમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું.
સમય વીતતાં ચારેય સ્ત્રીઓને એક એક પુત્રની પ્રાપ્તિ થઈ. તે દરેક બાળકને ચહેરા લગભગ કૃતિપુણ્યના ચહેરાને મળતું આવતું હતો. બાળકો પાંચ છ વરસના થતાં મુનિમને અને વિધવા શેઠને એક વાતની મૂંઝવણ થવા લાગી. તે મૂંઝવણનો ઉકેલ લાવવા માટે બંને જણાં એક રાત્રે એકાન્તમાં મળ્યાં.
તમારા કહેવા પ્રમાણે આપણે પગલું ભર્યું અને તેમાં આપણા કાર્યની સિદ્ધિ પણ થઈ, મુનિમજી ! પણ હવે આગળ શું કરવું?” શેઠાણ મુનિમજીને પૂછી રહ્યાં હતાં.
“એજ પ્રશ્ન મને પણ મૂંઝવી રહ્યો છે, બહેન.” મુનિમ બોલ્યા, “જે કાર્યની શરૂઆત કરવામાં આવે છે, તે કાર્યની સિદિલ પ્રાપ્ત થતાં તેને સમેટી લેવામાં પણ મૂંઝવણ ઊભી થાય છે.”
“મૂંઝવણ થાય કે ન થાય, મુનિમજી!રૂપવતી બોલ્યાં, પણ હવે આ કાર્યને સમેટી લેવાની આવશ્યકતા તો છે જ. અને એ પણ હવે જેમ બને તેમ જદી સમેટી લેવું જોઈએ. કારણ કે