________________
પ્રકરણ ૩૨ મું
ધન્યા માતા બની કૃતપુણ્યના ગૃહ ત્યાગ પછી ધન્યા અને પરિમલને સહવાસ, વધુ ગાઢ બનતો ચાલ્યો. ધન્યાનું શરીર દિન પ્રતિદિન કામ કરવાને અશકત બનતું ચાલ્યું. તેને ગર્ભમાં જેમ જેમ મોટો થતો ગયો, તેમ તેમ તે કામ કરતા થાકી જવા લાગી. પરિમલ તેની તેવી અવસ્થામાં વધુ કાળજી રાખવા લાગી.
જેટલા લોકો કુતપુણ્યને ઓળખતા હતા, તેટલા લેકે જાણતા થઈ ગયા હતા કે, કૃતપુણ્ય કમાવા માટે વણઝારની સાથે બહાર ગામ ગયો છે. કેટલાક લેક તેનાં વખાણ કરવા લાગ્યા, તો કેટલાક કેવળ નિંદામાં જ આનંદ માનવા લાગ્યા. જન સ્વભાવ બહુતઃનિંદાખેર જ હોય છે. તેજોષી માનવ સ્વભાવ સારી બાજુ જેવા કરતાં કાળી બાજુ જોવામાં વધુ આનંદ માનતા હોય છે. એવા માનવસ્વભાવે કુતપુર્ય માટે અનેક પ્રકારની વાતો વહેતી મૂકી. તેમની કેટલીક તો ધન્યાના કાન સુધી પણ પહોંચી ગઈ હતી. પણ ધન્યા તો. એક જ ધ્યેય પર છવી રહી હતી, કે જગત તે શ્રીરામને અને શ્રીકૃષ્ણને, સતી સુભદ્રા અને સતી સીતાને પણ નિંદતું જ આવ્યું છે. એવી. નિદા પ્રત્યે જે બહુ ધ્યાન આપવામાં આવે, તો સત્યને માગે જીવનારા માટે જગતમાં સ્થાન જ ન રહે. કોઈ પણ જાતની ભૂલની કે પાપની નિન્દા થતી હોય તો જરૂર કરવું જોઈએ. પણ જે નગ્ન સત્યની કે સદ્વર્તનની નિન્દા થતી હોય તે તે તરફ દુર્લક્ષ જ કરવું જોઈએ.