________________
પરદેશ ગમ્નને વિચાર
૨૧૩
હતું. પાપીને સંહારવામાં શ્રીકૃષ્ણે કર્તવ્ય માન્યું હતું; ને જાગવાન નેમિનાથે પાપીને સધથી સન્માર્ગે વાળવામાં કર્તવ્ય માન્યું હતું. બંનેના મત પ્રમાણે પાપ એ અપવિત્ર તો હતું જ અને એવા કર્મવાદી શ્રીકૃષ્ણનું મૃત્યુ પણ આખરે કેવી રીતે થયું, તે તમે કર્યા નથી જાણતા, ભાઈ ! એવા મહાપુરૂષોનું મૃત્યુ એક પારધિના બાણથી જંગલમાં અકાળે-જગતની નજરે–થયું, ત્યાં તમારા ભાઈ તે એક સાધારણ માનવી હતા. કર્તવ્યોની પરંપરામાં જીવતા એવા સાધારણ માનવીનું મૃત્યુ એવી રીતે થાય, એમાં રડવાનું શું હોય !
હું અને તે ક્યાં જુદાં હતાં? એકજ મને સંકળાયેલાં બે દેહ રૂપી જીવતાં અમે આખરે છૂટાં પડયાં. શું મને એનું દુઃખ નહિ થતું હોય, ધન્યા બહેન ? પણ પૂર્વભવના ઋણાનુબંધ પૂરા થાય અને પરમાત્માજ સંબંધ તોડી નાંખે, ત્યાં માનવને ઉપાય કેવી રીતે ચાલી શકે ! પરમાત્માની ઈચ્છા વિરૂદ્ધ કે તેમની કરણી વિરૂદ્ધ રોવું અને દુઃખી થવું, એમાં પણ જો લાભ ! ”
બોલતાં બોલતાં પરિમલનું હૃદય ભરી આવ્યું. માણસ પિતાનું હૈિયું ગમે તેટલું કઠિન રાખે, છતાં સંસારી સંબંધો તેને કુસુમવત નરમ બનાવી નાખે છે.
પરિમલને ચહેરો જોઈને ધન્યા તરતજ તેનું હૈયું પારખી ગઈ.
“પરિમલ બહેન!” ધન્યા કહેવા લાગી. “ બનવાનું હતું તે બની ગયું. સંસારી માણસો થોડા જ સમયમાં સંબંધ કે દુઃખ ભૂલી જાય, એવાં દઢ મનનાં નથી હોતાં.”
“ ધન્યા, હવે એ વાત લંબાવીને પરિમલ બહેનને દુખી કરવાની જરૂર નથી. આ કુતપુર્ણય બોલ્યો. “ આપણે તેમની સલાહ લઈએ.” અને તે પરિમલને ઉદેશીને કહેવા લાગ્યા. “બહેન ! મારે વિચાર છે કે આ વણઝારની સાથે જઉં.”
તેમાં બેટું નથી, ભાઈ ! ” પરિમલ બોલી. “જો ધન્યા