________________
૨૫૮
કયવનાશેઠનું સોભાગ
ઉપર તરી આવ્યો. તેણે તે લઈ લીધો અને તેમાંથી વીંટી કાઢી લીધી.
ત્યાં બહાર રહેલા બધા લે તેના ચાતુર્ય પર મુગ્ધ બની ગયા. તેની મશ્કરી કરનારાઓ છોભીલા પડી ગયા. કેટવાલ તેને રાજદરબારમાં લઈ ગયા. મહારાજાએ જ્યારે વીંટી કાઢવામાં વપરાયેલું ચાતુર્ય જાણ્યું ત્યારે તેમણે તેની પીઠ થાબડી. તે કોણ છે, કયાંનો છે, કયાં ઊતર્યો છે, વગેરે પૂછતાં તેમણે જાણ્યું, કે “આ તે પોતાને જ પુત્ર છે. રાજકાજના જીવનમાં પોતે મોટામાં મોટી ભૂલ કરી છે. પોતે પોતાની હૃદયરાસીને ભૂલી ગયા છે.”
અને તરત જ તેમણે પોતાના પુત્રને બાથમાં લીધો. સ્નેહભર્યા ચુંબનને વરસાદ વરસાવ્યો અને જાતે પગે ચાલીને જઈને પિતાની પત્ની સુનંદાને સન્માન સહ રાજમહેલમાં લાવ્યા અને તેને મહારાણી પદે સ્થાપી. અભયકુમારનું ચાતુર્ય જેઈને તેને મહામંત્રીની પદવી આપી. તે અભયકુમાર એજ આપણ અત્યારના મહામંત્રી અભયકુમાર. રાજયની ગમે તેવી આંટીઘૂંટી આજે તે ઊકલી શકે છે. દેશ પરદેશમાં આજે આપણા મહારાજા કરતાં પણ તેમના યશોગાન વધારે ગવાય છે.”
” પણ માતાજી ” વચ્ચેજ કયાણે પ્રશ્ન કર્યો. “ મહારાજા બેન્નાતટ નગરે શા માટે ગયા હતા અને એકદમ ત્યાંથી કેમ ચાલ્યા ગયા, તે તે તમે મને કહ્યું જ નહિ. ”
“ તે પણ હું તને કહું છું બેટા ! " ધન્યા બોલી.
તેને પોતાના પુત્રનો પ્રશ્ન વ્યાજબી લાગ્યો. પુત્રની જિજ્ઞાસા સંતોષવાનું માતાને યોગ્ય લાગ્યું.
– અને માતાએ પુત્રને બિબિસારને બાલ્યકાળથી તે અત્યાર સુધીનો આખો વૃત્તાંત કહી સંભળાવ્યો.