________________
આમ્રપાલી
૧૪૭
માનનાર લિચ્છવીઓએ ચેટકરાજ પાસે ફરીયાદ કરી. ચેટકરાજે સભા બોલાવી. નર સભામાં આમ્રપાલીને બોલાવીને પ્રશ્ન કર્યો.
આમપાલી, તું કઈ પરદેશીના પ્રેમમાં પડી છે, એવી લેકેની માન્યતા છે. શું તે સત્ય છે ?”
ચેટકરાજની વાણીમાં પિતાના પ્રેમની કુમાશ હતી. '
અસત્ય નથી, મહારાજ. ” આમ્રપાલી જમીન પ્રત્યે નિરખતાં બોલી.
- વૈશાલીમાં તને એક પણ વાર ન મળ્યો ?”
વીર તો ઘણું છે, મહારાજ !” “તો પછી પરદેશીને કેમ સ્વીકાર્યો ?”
“મેં કહો તે, તેવો તે જણાઈ આવ્યો. મારે જે જોઇતું હતું, તે તેનામાંથી મળી આવ્યું.”
તારી પસંદગીમાં તું યશસ્વી નિવડી છે?"
“તે કપેલી વ્યકિત જેવી એક પણ વ્યકિત તને વૈશાલીમાંથી ન મળી આવી?”
ના” મકકમ પણે આમ્રપાલીયે ઉત્તર આપ્યો. આમાં તને વૈશાલીનું અપમાન નથી લાગતું ?" * કયી રીતે ? પહેલ વહેલે આમ્રપાલીએ સામો પ્રશ્ન કર્યો.
એક સ્ત્રીને તેની ઈચ્છા પ્રમાણેને એક પણ પ્રેમી આખી વૈશાલીમાં ન મળે, એ વૈશાલીને માટે શરમ જનક નથી ?”
આમ્રપાલીએ જવાબ ન આપ્યો. તે જમીન પ્રત્યે નિરખી રહી. તેના મોનથી જ બધા સમજી શકાય કે, તે 'હા' કહે છે.
સાંભળવામાં આવ્યું છે કે, તે મગધવાસી છે. એ વાત ત્ય છે ?