________________
પ્રકરણ ૨૨ મું અનંતકુમારની જીત થાય છે. આજે જ્યારે અનંતકુમાર અનંગસેનાના આવાસે પહોંચ્યો, ત્યારે તેને અંદર દાખલ થતાં કેઈએ રોકશે નહિ. તે સીધે બેઠક ખંડમાં ગયા. એક પરિચારિકાએ કુતપુર્ણને તેના આગમનના સમાચાર આપ્યા. કૃતપુણ્ય કેટલાયે દિવસથી પોતાના મિત્રની રાહ જોઈ રહ્યો હતો. આજે અચાનક તેને મિત્ર આવી પહએ.
બને મિત્રો એક નાના પણ સુંદર ખંડમાં ગયા. તે ખંડમાં ચાર છ બેઠકો ગોઠવવામાં આવી હતી. કૃતપુણ્ય અને અનંતકુમાર સામ સામા બેઠા. જયારે જ્યારે બંને મિત્રો મળતા ત્યારે ત્યારે અનંગસેના દૂર ખસી જતી. આજે પણ તે બંને મિત્રોની મુલાકાત વખતે હાજર નહોતી.
“બહુ દિવસે આવ્યો અનંત ?” કૃતપુયે બેસવાની શરૂઆત કરી.
“રાજ રોજ આવીને તારા સુખમાં કયાં વિક્ષેપ પાડવો, મિત્ર !” અનંતકુમાર પોતાની ઢબ પ્રમાણે બોલ્યો.
“પાછો સ્વભાવ પર ગયો.” “સ્વભાવ કાઇનો બદલાય ખરો, કૃતપુણ્ય ! ”
“ઠીક, ચાલ. શા સમાચાર છે?” કંઈક નવું જાણવાની ઈચ્છાથી કૃતપુણ્ય પ્રશ્ન કર્યો.
સમાચાર તે ઘણું છે, કૃતપુય.” અનંત કુમાર બે.