________________
રાજયનું ફરમાન
૨૧
જુઓ, તમારી પહેલી મુલાકાત પછી મેં એક સુંદર પૂતળું તૈયાર કરાવ્યું છે. તે છે તમારી આકૃતિ. પ્રથમ દા ને કાઈ ન કહી શકે કે આ પૂતળું છે. તેના ચહેરા પરના ભાવ હસતા દેખાડયા છે. તમારા જેટલું જ એનું કંદ છે. તમારા જેવાંજ–જેવાં વસ્ત્રો તમે ત્યાં પહેરતાં હતાં તેવજ–વસ્ત્રો તેના પર દર્શાવવામાં આવ્યાં છે. આજે જે દાંડી રાજ્ય તરફથી પીટાવવામાં આવી છે, તેમાં એ અર્થ સમાચેલો છે કે સામાન્ય નગરજનોની પેઠે તમારી તે ચારે સ્ત્રીઓ, ચારે બાળકો અને તે સ્ત્રીઓના સાસુ યક્ષના મંદિરમાં દર્શનાર્થે આવશે.
મંદિરના પૂજારીને મેં ત્યાં કેવી રીતે વ્યવસ્થા કરવાની છે, તે વિગતવાર સમજાવી દીધું છે. એક દરવાજેથી મંદિરમાં પેસવાનું છે અને બીજે દરવાજેથી તેમાંથી બહાર નીકળવાનું છે. યક્ષના દર્શન કરીને બહાર નીકળવાના દરવાજા પાસે એક જગાએ તમારા જેવું બનાવી રાખવામાં આવેલું પૂતળું આજે મોડી રાત્રે ગોઠવાઈ જશે. મંદિરની વ્યવસ્થા માટે મારા માણસો હશે. તમે અને હું વેશ પરિવર્તન કરીને એક બાજુએ બેસીશું અને દર્શને આવનારને નીરખતા રહીશું.
આ બધી વ્યવસ્થા એટલી બધી ગુપ્ત રાખવામાં આવી છે કે મારા કેટલાક માણસો પણ તેથી અજાણ છે. તમારે પણ આ બધી વાત ખાનગી રાખવાની છે. મને ખાત્રી છે કે આપણી આ યુક્તિ નિષ્ફળ નહિ જાય.”
આપની યુક્તિ કોઈ દિવસ નિષ્ફળ જતી નથી, મહારાજ !” કૃતપુણ્ય સમજી ગયો કે મહામંત્રીની રચેલી યુકિતમાં શું મહત્વ
સમાયેલું છે.
તે પણ બુદ્ધિશાળી હતો. સવારે રાજ્ય તરફથી બહાર પાડવામાં આવેલું ફરમાન સાંભળીને જ એ સમજી ગયો હતો કે આ ફરમાનમાં મહામંત્રીની કંઈક ચાલાકી હોવી જોઈએ. હવે તે ના પણ નહોતો રહ્યો. બાર વરસના પુત્રને તે પિતા હતો. તેનું ગૃહજીવન પણ સુખી