________________
આ સઘળી બાબતો ઉપરથી એટલું સાબીત કરી શકાય છે કે જેનો અને બૌદ્ધો પરસ્પર પ્રતિસ્પર્ધીઓ હતા. આ પ્રાચીન પ્રતિયોગિતાના અસ્તિત્વનું અનુમાન તેમની પ્રાચીન ઐતિહાસિક કથાઓ ઉપરથી પણ થઈ શકે એમ છે. બૌદ્ધો ખુલ્લા શબ્દોમાં કહે છે કે અજાતશત્રુએ તેના પિતાનું ખૂન કર્યું હતું. તેમજ તેના માટે બીજું એમ પણ તેઓ જણાવે છે કે, તેણે પિતાના જુના ધર્મને ત્યાગ કરી સદ્ધર્મ–બૌદ્ધધર્મને આશ્રય લીધે તેની પહેલાં તે ઘાતકી અને દુષ્ટ મનને હતો. આનાથી વિરૂદ્ધ જેને, કુણિક કે જેને આપણે પહેલાં અજાતશત્રુથી અભિન્નરૂપે નક્કી કરી ગયા છીએ, તેને બુદ્ધિપૂર્વક પિતૃહત્યાના દેષથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. નિરયાવલિસૂત્રમાં આ સંબંધી એક લાંબી કથા લખાએલી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, કુણિકે પિતાના પિતાને પિતા તરફ અન્યાયપણે વર્તત માની લઈ તેને કારાગૃહમાં નાંખ્યો હતો. પરંતુ જ્યારે તેની માતાએ તેને સમજાવ્યો કે “તારે પિતા તારા તરફ હમેશાં માયાળુ સ્વભાવ રાખતો આવ્યો છે અને તેના હાથે એક પણ એવું કાર્ય નથી થયું કે જેને લીધે તેને આવી જાતની શિક્ષા તારા તરફથી ભોગવવી પડે.” માતાના આ કથનથી કણિકને પોતાના પિતાના સૌજન્યની ખાત્રી થઈ અને તેથી તે પશ્ચાત્તાપ કરતે, જાતે કદાળી લઈ પિતાની બેડી તોડવા નીકળ્યો. શ્રેણિકે કણિકને હાથમાં કોદાળી લઈને આવતો જોઈ ધાર્યું કે આજે કુણિકને હાથે પિતાનું મૃત્યુ થશે; તેથી તેણે પોતાના સંતાનને આવા પાપના દેષથી દૂર રાખવા સારૂ જાતે જ આત્મઘાત કર્યો. પિતાના પિતાને આ રીતે મૃત્યુ પામેલો જોઈ કણિકને સ્વાભાવિક રીતે જ ઘણું દુઃખ થયું. વિગેરે. વિગેરે. આવી રીતે ભોળા ભાવથી-નિષ્કપટપણે કહેલી કથા એમ સૂચવે છે કે બૌદ્ધોના કરતાં જેને પોતાના આશ્રયદાતાના પાપોના સંબંધમાં એક નિષ્પક્ષપાતપણે બેલવાનું એક કારણ હતું, અને તે એ કે કુણિકે બૌદ્ધોની ઉપર પોતાની પ્રસન્નતા બતાવતાં પહેલાં ઘણુ સમય સુધી તેણે જેને ઉપર પિતાની મહેરબાની બતાવી હતી.
તેવી જ રીતે, એક સંપ્રદાયના સંસ્થાપક તરીકે અથવા પ્રાચીન કાળથી ચાલતા આવતા એક ધર્મના સુધારક તરીકે ગણવા લાયક અને હું એ બીજા મતને જ સ્વીકાર કરું છું–મહાવીર નામની બુદ્ધિથી તદ્દન ભિન્ન એવી