________________
મને મેહ રહ્યો નથી ભાથ ભીડવાની હવે ઇચ્છા નથી. હું તો મારા જીવનનું સાર્થક કરવા માગું છું. આ લક્ષ્મી, આ સાહેબી, આ વિલાસ ભલે મારી નાની બહેન ભોગવે ! મારે આમાંનું હવે કંઈ જ ન ખપે. આજથી મેં આ બધું ભાગ્યું છે. સાદાં વસ્ત્રો, સાદું ભેજન, સંયમી ભાષા અને સમભાવ; એજ મારા જીવનના સાથી બન્યા છે.”
પણ મને કારણ તે કહીશ ને મડી !
કારણ તો હું પણ સમજી શકતી નથી, માતાજી. એક સુંદર ભુવનના સુશોભિત ખંડમાં ત્રણ વ્યકિત બેઠી હતી. તેમાંની એક હતી મહિલકા, બીજી હતી તેની નાની બહેન અનંગસેના અને ત્રીજી હતી તેની માતા.
રાજગૃહીમાં ઉજવાયેલા ઉત્સવ વખતે રાજસભામાં નૃત્ય કરી આવ્યા પછી મહિલકાના વિચારોમાં એકાએક પલટો આવી ગયો હતો.
નૃત્ય સમયે તેણે આખા સભાગૃહમાં નજર ફેરવી જોઇ હતી. લગભગ પિણા ભાગનાં નયનમાં તેણે વિલાસી તો અને કામાગ્નિની જળતી જવાળા નિરખી હતી. પ્રેક્ષકે કળાના બહાના નીચે નર્તકીના દેહનું જ અવલોકન કરી રહ્યા હતા. તેમના ચહેરા પરથી એમ લાગતું હતું કે, હમણાં હિંસ પશુની પેઠે નિર્દોષ હરણ સમી નર્તકીને ફોલી ખાશે.
બાયકાળથી મક્ષિકાએ કુમારિકા રહેવાનો નિશ્ચય કર્યો હતે. પોતાના ધંધાથે તે નૃત્ય કરતી, કવચિત કવચિત નયનોમાં મસ્તી લાવતી. કોઈ કાઈ વખતે મીઠા શબ્દોનો ઉચ્ચાર કરતી. છતાં પણ તેણે આજ સુધીમાં કાઈને પોતાનો દેહ સંયો નહોતો. કોઇની વાસનાને સંતોષી નહોતી. કેઈના કામને ઉત્તેજન આપ્યું નહોતું.
કેટલાય સમયથી તેને નવા નવા તરંગો ઉદભવતા, નવા નવા વિચારમાં તે પરિભ્રમણ કરતી. હવાઈ કિલા ચણવામાં તેને આનંદ આવતે.
શાથી? કેને ખબર ! પણ નૃત્ય પછી તરતજ તેના વિચારોમાં